રિડર
ક્રમાંક-જીસીઈઆરટી/તાલીમ/૨૦૨૫-૨૬/૨૬
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ,
'વિદ્યાભવન' સેકટર-૧૨, ગાંધીનગર
Email: gcerttraining@gmail.com
તારીખ:
પ્રતિ,
પ્રાચાર્યશ્રી,
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,
તમામ
વિષય: નવનિયુક્ત શિક્ષકો માટેની ટિકિંગ સ્કિલ આધારિત ઇન્ડક્શન તાલીમ બાબત
સંદર્ભ: અત્રેના પત્રક્રમાંક:જીસીઈઆરટી/તાલીમ/2025/26/25742-858તા.૦૮-૧૦-૨૦૨૫
શ્રીમાન,
ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે સંદર્ભ દર્શાવેલ પત્રથી નવનિયુક્ત શિક્ષકો માટેની ટિંચીગ
સ્કિલ આધારિત ઇન્ડક્શન તાલીમનું આયોજન કરવા જણાવેલ હતું. હવે વેકેશન હોવાથી નવનિયુક્ત
શિક્ષકો પોતાના વતનના જિલ્લામાં હોવાથી અત્રેથી રજૂઆત અન્વયે જણાવવાનું કે જો વેકેશન
દરમિયાન નવનિયુક્ત શિક્ષકો પોતાના વતનના જિલ્લામાં તાલીમ લેવા ઇચ્છતા હો તો નીચે મુજબની
સૂચનાઓને લક્ષમાં લઇ આયોજન કરવાનું રહેશે.
- ડાયટ દ્વારા તજજ્ઞોની સંખ્યાને ધ્યાને લઇ જે રીતે વર્ગ વ્યવસ્થા કરી શકાય તે મુજબ અન્ય જિલ્લાના શિક્ષકોનો સમાવેશ કરી શકાતો હોય તેટલા શિક્ષકોનો સમાવેશ કરવાનો રહેશે.
- સમાવેશ ન થઇ શકે તેવા બાકીના શિક્ષકોએ તેમના નિમણૂંક પામેલ જિલ્લામાં તાલીમ લેવાની રહેશે.
- અન્ય જિલ્લાના શિક્ષકોને તાલીમમાં મોડ્યુલની સોફ્ટ કોપી આપવાની રહેશે. તેમજ હાર્ડકોપી જોઈને તેમાના નિમણૂંક પામેલ જિલ્લાની સહી-સિક્કા કરાવવા મેળવવાની રહેશે.
- સ્વ વિનંતીથી વતનના જિલ્લામાં તાલીમ લેવા આવેલ હોવાથી નિયમાનુસાર ડી.એ. ચૂકવવાનું રહેશે.
- તાલીમ બાબતની અન્ય સૂચનાઓ સંદર્ભદર્શિત પત્ર અનુસાર યથાવત્ રહેશે.
માન. નિયામકશ્રીની સૂચના અનુસાર
સહી (Signature)
(ડૉ. પંડ્યા)
રિડર
જીસીઈઆરટી,
ગાંધીનગર

0 Comments