વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ (VTET) અને વડોદરા શહેર પોલીસ દ્વારા ટ્રાફિક બ્રિગેડ (માનદ સેવક/સેવિકા)ની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. જે ઉમેદવારો પોલીસ વિભાગ સાથે કામ કરવા માંગતા હોય તેમના માટે આ એક ઉત્તમ તક છે.
🔥 મહત્વની અપડેટ: આ ભરતી માટે અંદાજિત 160 જગ્યાઓ છે અને ભરતી પ્રક્રિયા 02/01/2026 ના રોજ યોજાશે.
📌 ભરતીની ટૂંકી વિગત (Overview)
| સંસ્થાનું નામ | વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ (VTET) |
|---|---|
| પોસ્ટનું નામ | ટ્રાફિક બ્રિગેડ (માનદ સેવક) |
| કુલ જગ્યાઓ | અંદાજિત 160 |
| શૈક્ષણિક લાયકાત | ધોરણ 9 પાસ અથવા વધુ |
| ભથ્થું (પગાર) | દૈનિક રૂ. 300/- (ફૂડ & ટ્રાવેલિંગ એલાઉન્સ) |
| ભરતી તારીખ | 02 જાન્યુઆરી 2026 (શુક્રવાર) |
🎓 શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા
- શિક્ષણ: ધોરણ 9 પાસ અથવા તેનાથી વધુ અભ્યાસ કરેલ હોવો જોઈએ.
- ઉંમર: 18 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
- નોંધ: અનુભવી, મજબૂત બાંધો, વધુ ઊંચાઈ, અન્ય વધુ શૈક્ષણિક અને શારીરિક લાયકાતો ધરાવનાર ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
🏃 શારીરિક માપદંડ (Physical Standards)
ઉમેદવારોની પસંદગી શારીરિક કસોટી અને મૌખિક ઇન્ટરવ્યૂના આધારે મેરીટ બનાવીને કરવામાં આવશે.
| કેટેગરી | ઊંચાઈ | વજન | દોડ |
|---|---|---|---|
| પુરુષ સેવક | SC/ST/OBC: 162 સેમી General: 165 સેમી |
55 કિલો | 800 મીટર (4 મિનિટમાં) |
| મહિલા સેવિકા | SC/ST/OBC: 150 સેમી General: 155 સેમી |
45 કિલો | 400 મીટર (3 મિનિટમાં) |
📝 અરજી ફોર્મ ક્યાંથી મેળવવું?
ઉમેદવારોએ તા. 17/12/2025 થી તા. 01/01/2026 સુધી (સવારે 10:00 થી સાંજે 06:00 સુધી) નીચેના સ્થળોએથી ફોર્મ મેળવી શકશે:
- VTET કચેરી, પોલીસ ભવન, વડોદરા શહેર.
- આસાન કેન્દ્ર, પોલીસ ભવન, વડોદરા.
- પોલીસ હેડ ક્વાર્ટર, પ્રતાપનગર, વડોદરા.
- નાયબ પોલીસ કમિશનરશ્રી, ટ્રાફિક શાખાની કચેરી, ભૂતડીઝાંપા.
- વડોદરા શહેરના તમામ પોલીસ સ્ટેશન.
- વેબસાઈટ: www.vtet.in પરથી ડાઉનલોડ કરી શકાશે.
📅 મહત્વની તારીખો અને સ્થળ
- અરજી જમા કરાવવાની છેલ્લી તારીખ: 01/01/2026 (સાંજે 06:00 વાગ્યા સુધી)
- ભરતી પ્રક્રિયા તારીખ: 02/01/2026, શુક્રવાર
- ભરતી સ્થળ: માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, માંજલપુર, વડોદરા - 390011.
- રિપોર્ટિંગ સમય: સવારે 06:00 કલાકે.
⚠️ ખાસ નોંધ: આ ટ્રાફિક બ્રિગેડ એ માનદ સેવા છે. આ કોઈ સરકારી કે અર્ધ સરકારી નોકરી નથી. માનદ સેવક/સેવિકાને સેવા પર હાજર થયેથી પ્રતિદિન રૂ. 300/- એલાઉન્સ આપવામાં આવશે.
વેબસાઈટની મુલાકાત લો (www.vtet.in)

0 Comments