GSSSB લેબોરેટરી આસિસ્ટન્ટ ભરતી 2025 - સમયમર્યાદા લંબાઈ
મહત્વપૂર્ણ જાહેરાત: ભારે વરસાદને કારણે અરજીની સમયમર્યાદા લંબાવાઈ!
છેલ્લી તક: ફોર્મ ભરવાની વિન્ડો ફરીથી ખુલ્લી.
છેલ્લી તક: ફોર્મ ભરવાની વિન્ડો ફરીથી ખુલ્લી.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા લેબોરેટરી આસિસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવાની સમયમર્યાદા લંબાવવામાં આવી છે. જે ઉમેદવારોએ અગાઉ ફોર્મ ભર્યું નથી, તેઓ હવે અરજી કરી શકશે.
ફોર્મ ફરી શરૂ થવાની અગત્યની તારીખો
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: ૨૨/૧૦/૨૦૨૫
| અરજી શરૂ થવાની તારીખ (ફરી) | ૧૪/૧૦/૨૦૨૫ |
|---|---|
| ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | ૨૨/૧૦/૨૦૨૫ |
GSSSB લેબોરેટરી આસિસ્ટન્ટ ભરતી 2025 (જા.ક્ર. 327) – મુખ્ય વિગતો
| સંસ્થાનું નામ | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
|---|---|
| જાહેરાત ક્રમાંક | ૩૨૭/૨૦૨૫૨૬ |
| પોસ્ટનું નામ | લેબોરેટરી આસિસ્ટન્ટ (વર્ગ-3) |
| અરજીનો પ્રકાર | ઓનલાઈન (OJAS દ્વારા) |
| નિયંત્રણ વિભાગ | આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ |
અરજી કરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ્સ
- પાસપોર્ટ સાઇઝનો ફોટો (સફેદ બેકગ્રાઉન્ડ)
- સહી (Signature)
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (જો લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિફિકેટ (ફક્ત OBC માટે)
- EWS સર્ટિફિકેટ (આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે)
- લાયકાત મુજબની તમામ માર્કશીટ અને પ્રમાણપત્રો
- સક્રિય મોબાઈલ નંબર અને ઈમેઈલ ID
- સરકારી નોકરીમાં હોય તો જોઇન થયાની તારીખ
- OJAS રજીસ્ટ્રેશન નંબર (જો હોય તો)
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ, ગુજરાત સરકારની OJAS વેબસાઇટની મુલાકાત લો.
- “Apply Online” પર ક્લિક કરો.
- “Select Advertisement by Department” માં GSSSB પસંદ કરો.
- જાહેરાત ક્રમાંક GSSSB/202526/327 – લેબોરેટરી આસિસ્ટન્ટ શોધીને Apply બટન પર ક્લિક કરો.
- Registration Number અને જન્મ તારીખ દાખલ કરીને અરજી પૂર્ણ કરો.
- જરૂરી વિગતો ભરીને અને દસ્તાવેજો અપલોડ કરીને અરજી સબમિટ કરો.

0 Comments