Header Ads Widget

સાબરકાંઠા જિલ્લા મધ્યાહન ભોજન યોજના હેઠળ ભરતી 2025

ભરતી માટેની જાહેરાત - પી.એમ. પોષણ યોજના

સાબરકાંઠા જિલ્લા મધ્યાહન ભોજન યોજના હેઠળ ભરતી 2025

પી.એમ. પોષણ યોજના, બ્લોક-બી, સી-૧૦૬, ૧લો માળ, કલેક્ટર કચેરી સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં પી.એમ. પોષણ યોજનામાં કેવળ **૧૧ માસના કરાર** આધારિત જગ્યા ભરવા માટેની જાહેરાત (વર્ષ-૨૦૨૫-૨૬)

યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં ૧૧ માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજીઓ આવકાર્ય છે.

ક્રમ જગ્યાનું નામ જગ્યાની સંખ્યા માસિક મહેનતાણું
જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર ₹૧૮,૦૦૦ ફિક્સ
તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝર ₹25,000 ફિક્સ

પી.એમ. પોષણ યોજનામાં જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝરની ૧૧ માસના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી, પી.એમ. પોષણ યોજનાની કચેરીમાંથી મેળવી શકાશે.

નિયત નમૂનામાં અરજીની સ્વયં, સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એ.ડી./સ્પીડ પોસ્ટથી **જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી, એમ.ડી.એમ. શાખા કલેક્ટર કચેરી, પોલીટેકનીક બિલ્ડીંગની નજીક, સાબરકાંઠા** ખાતે તા.૩/૧૧/૨૦૨૫ રોજ ૧૮:૧૦ કલાક સુધીમાં** મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહી.

અરજી કરતાં પહેલાં ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણાં અંગેની સૂચનાઓ / માર્ગદર્શિકા www.sabarkantha.gujarat.gov.in પર ઉપલબ્ધ છે.

આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી, પી.એમ. પોષણ યોજના કચેરીના નોટીસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે. મેરીટમાં આવતા મેળવેલ ઉમેદવારોને ઇન્ટરવ્યૂ / પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી, પી.એમ. પોષણ યોજના દ્વારા લેખિત-ઇમેઇલ દ્વારા જાણ કરવામાં આવશે.

Post a Comment

0 Comments