પ્રેરણા (Motivation)
- 'પ્રેરણા'ને અંગ્રેજીમાં **Motivation** કહે છે, જે **‘movere’** પરથી ઊતરી આવ્યો છે.
- જે લેટિન ભાષાના **“Motive”** અથવા **“Motum”** શબ્દ પરથી ઊતરી આવ્યો છે. જેનો અર્થ થાય છે **“પ્રેરવું કે ગતિ કરવી.”**
- “જે પ્રેર તે પ્રેરણા”
- “પ્રેરણા નહિ તો વર્તન નહિ.” - ગેરટ
- પ્રેરણા એ જરૂરિયાતોનો સંતોષ પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્યથી ઉદ્ભવતું વર્તન છે.
- પ્રેરિત વર્તનમાં દિશા, જોમ, આગ્રહ, તીવ્રતા, ચોકસાઈ, હેતુલક્ષિતા વગેરે જોવા મળે છે.
- 'પ્રેરણા' માટે ઈચ્છા, અભીપ્સા, અભિપ્રરણા, જરૂરિયાત, ઝંખના, ઉદ્દેશ્ય, ધ્યેય, મહત્વાકાંક્ષા, અભિલાષા, આકાંક્ષા વગેરે શબ્દો વપરાય છે.
- ‘પ્રેરણા એ પ્રવૃત્તિને ઉદ્દીપ્ત કરનાર અને તેને પોષનાર વિશિષ્ટ આંતરિક તત્ત્વ કે પરિસ્થિતિ છે.’ - જે.પી. ગિલ્ફર્ડ
- ‘પ્રેરણા એટલે આંતરિક જરૂરિયાતમાંથી ઉદ્ભવેલું અને તે જરૂરિયાત સંતુષ્ટ થાય તેવાં લક્ષ્યો પ્રત્યે અભિમુખ બનેલું વર્તન છે.’ - સી.ટી. મોર્ગન
- ‘પ્રેરણા એ વ્યક્તિની આંતરિક બાબત છે કે જે તેને અમુક વર્તન કરવા પ્રેરે છે.’ - સોરેન્સન અને મામ
- મેકડૂગલે પ્રેરણા માટે **‘મૂળવૃત્તિ’** કે **‘સહજવૃત્તિ’** તરીકે ઓળખાવી છે.
- વુડવર્થે તેને **‘ઈરણ’** તરીકે ઓળખાવી છે.
- **‘ઈરણ’** એટલે ઉશ્કેરિત બળ, ધક્કો કે દબાણ. ઈરણ આંતરિક આવેગ છે. તે કાર્યને ઉદ્દીપ્ત કરે છે અથવા અટકાવે છે.
- સી.ટી. મોર્ગનના મત મુજબ, પ્રેરણા એ **લક્ષ્યકેન્દ્રીત વર્તન** છે. તે ચક્રસ્વરૂપ ધરાવે છે.
- ટુંકમાં, **પ્રેરણા - સાધનરૂપ વર્તન - લક્ષ્યપ્રાપ્તિ - રાહત અને સંતોષ**
- માણવી કે પ્રાણીમાં ખોરાકનાં જરૂરી તત્ત્વોની ઊણપ ઊભી થાય તેને **‘જરૂરિયાત’** અથવા **‘પ્રેરકની અવસ્થા’** કહે છે.
મૂળભૂત રીતે પ્રેરણાના બે પ્રકારો પડે છે : 1) શારીરિક પ્રેરણા, 2) મનોસામાજિક પ્રેરણા
(1) શારીરિક પ્રેરણા (જૈવીય/પ્રાથમિક પ્રેરણા)
- શારીરિક પ્રેરણાને **જૈવીય પ્રેરણા** તરીકે પણ ઓળખવામાં આવે છે.
- ભૂખ, તરસ, ઊંઘ, જાતીય વૃત્તિ વગેરે શારીરિક પ્રેરણા છે.
- ભૂખ: જન્મજાત પ્રેરણા. W.B. કૅનનના અભ્યાસ મુજબ જઠરમાં આકુંચન થાય ત્યારે ભૂખ લાગે છે. આધુનિક સંશોધન મુજબ મગજના **હાયપોથેલેમસ** ભાગમાં આવેલું **‘એક્ટ્રીમ લૅટરલ’** કેન્દ્ર ભૂખના ઉદ્ભવ માટે જવાબદાર છે.
- તરસ: ભૂખથી પણ વધારે તીવ્ર પ્રેરણા.
- ઊંઘ: શારીરિક - માનસિક સ્વાસ્થ્ય સાથે ઊંડો સંબંધ. ભૂખ અને તરસની પ્રેરણા કરતાં પણ વધુ તીવ્ર.
- જાતીયતા: આ તીવ્ર પ્રેરણા હોવા છતાં તેનો તાત્કાલિક સંતોષ જરૂરી નથી. વ્યક્તિ આ પ્રેરણાને ઊર્ધ્વ માર્ગે વાળી જીવન પસાર કરી શકે છે.
(2) મનોસામાજિક પ્રેરણા
- વાતાવરણીય ઘટકો સાથેની આંતરક્રિયામાંથી આકાર પામે છે.
- આમાં **જિજ્ઞાસા, સ્નેહ અને સંપર્ક, સિદ્ધિ, સંલગ્નતા અને સત્તા**નો સમાવેશ થાય છે.
- સિદ્ધિ પ્રેરણા: વ્યક્તિને ઉત્તમતાના ધોરણો અપનાવવા પ્રેરે છે. મેકલેલૅન્ડના મત મુજબ સિદ્ધિ અને સફળતાની ઈચ્છાથી કાર્ય થાય છે.
- સંલગ્નતાની પ્રેરણા: સમૂહમાં કે અન્યના સહવાસમાં રહેવાની વૃત્તિ. માપન માટે **TAT (Thematic Apperception Test)** નો ઉપયોગ થાય છે.
- સત્તાની પ્રેરણા: પોતાના જૂથમાં પોતાનું સ્થાન બીજાઓ કરતાં ચડિયાતું થાય તેમ ઈચ્છે છે.
- સ્નેહ અને સંપર્કની પ્રેરણા: અન્ય વ્યક્તિને સ્નેહ કરવો અને અન્યના સ્નેહને લાયક બનવું.
માનવતાવાદી મનોવૈજ્ઞાનિક અબ્રાહમ મેસ્લોએ માનવ જરૂરિયાતોને શ્રેણીક્રમમાં ગોઠવી છે.
- શારીરિક જરૂરિયાતો: (પ્રાથમિક) ભૂખ, તરસ વગેરે. અસ્તિત્વ માટે અનિવાર્ય.
- સલામતીની જરૂરિયાતો: શારીરિક અને માનસિક સલામતી.
- સ્નેહ કે સંપર્કની જરૂરિયાતો: અન્ય સાથે સંપર્ક, પ્રેમ મેળવવો અને આપવો.
- આત્મ-ગૌરવની જરૂરિયાત: આત્મવિશ્વાસ, શક્તિ અને ક્ષમતાઓનું ભાન, આદર.
- સ્વ આવિષ્કાર/આત્મ સંતુષ્ટિકરણની જરૂરિયાત: (ગૌણ/ટોચની) જીવનનાં અર્થભર લક્ષ્યો પ્રાપ્ત કરવા તથા શક્તિઓનો ઉપયોગ કરવો.
- અંગ્રેજીમાં આવેગને **‘Emotion’** કહે છે, જે લેટિન શબ્દ **Emovere** પરથી ઊતરી આવ્યો છે. જેનો અર્થ થાય છે **‘ખળભળાટ’ કે ‘ક્ષુબ્ધતા’**.
- આમ, આવેગ એટલે શારીરિક ક્ષુબ્ધાવસ્થા કે શરીરમાં થતો ખળભળાટ.
- “આવેગ એ સમગ્ર ચેતાતંત્રની ક્ષુબ્ધાવસ્થા છે.” - વુડવર્થ અને માર્કોવિસ
આવેગનાં પાસાં
- અભિવ્યક્તિના આધારો
- શારીરિક આધારો
- બોધાત્મક આધારો
આવેગના સિદ્ધાંતો
- જેમ્સ-લૅન્ગનો સિદ્ધાંત: ઉદ્દીપકોના પ્રત્યક્ષીકરણને લીધે શરીરમાં આંતર-બાહ્ય પ્રતિક્રિયાઓ થતાં વ્યક્તિ આવેગ અનુભવે છે.
- કૅનન-બાર્ડનો સિદ્ધાંત: ઉદ્દીપકને જોતાં સંદેશો મગજના થૅલેમસ સુધી પહોંચે છે.
- શાખ્તર અને સિંગર: આવેગનો દ્વિઘટકનો સિદ્ધાંત આપ્યો.
આવેગના પ્રકારો
- ઇઝાર્ડ: આવેગના **દસ** પ્રકારો દર્શાવ્યા છે (આનંદ, આશ્ચર્ય, ક્રોધ, ઘૃણા, નફરત, ભય, અપરાધની લાગણી, શરમ, રસ, ઉત્તેજના).
- પ્લૂચિક: **આઠ** મૂળભૂત આવેગો દર્શાવ્યા છે અને તેને જોડીમાં (બે-બેની) દર્શાવ્યા છે. (દા.ત. આનંદ અને વિષાદ, ભય અને ક્રોધ)
- મુખ્ય બે પ્રકારો:
- વિધાયક આવેગો: (દા.ત. આનંદ, પ્રેમ, સુખ) હકારાત્મક લાગણી સાથે જોડાયેલા.
- નિષેધક આવેગો: (દા.ત. ક્રોધ, ભય, નફરત, ઈર્ષ્યા) નકારાત્મક લાગણી સાથે જોડાયેલા.
આવેગ નિયંત્રણની જરૂરિયાત
- તીવ્ર સ્વરૂપમાં અને વારંવાર આવેગની અનુભૂતિ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.
- ગીતામાં કહેવાયું છે: ‘સમત્વમ્ યોગ ઉચ્યતે’ (સમતા એ યોગ છે).
- ડૅનિયલ ગોલમૅન દ્વારા આવેગિક નિયમન માટે દર્શાવેલ પદ્ધતિઓ:
- ‘સ્વ’ જાગૃતિ
- ‘સ્વ’ વ્યવસ્થાપન
- સામાજિક જાગૃતિ
- સામાજિક કુશળતા
- ભાવનાત્મક આંક (EQ)નો ખ્યાલ ડૅનિયલ ગોલમૅનએ આપ્યો છે.
વ્યાખ્યા: “વ્યક્તિ સમક્ષ એક કે તેથી વધુ વિકલ્પો હોય અને તેમાંથી ફક્ત એક જ વિકલ્પની પસંદગી કરવાની હોય ત્યારે ઊભી થતી અનિર્ણાયાત્મકતાની સ્થિતિને સંઘર્ષ કહે છે.”
સંઘર્ષના પ્રકારો
- અભિગમન-અભિગમન સંઘર્ષ: (Approach-Approach Conflict)
બંને ગમતા - આકર્ષક વિકલ્પોમાંથી એકની પસંદગી કરવી. (દા.ત. લગ્ન માટે બે મનગમતા પાત્રમાંથી એકની પસંદગી)
- વિગમન-વિગમન (પરિહરણ) સંઘર્ષ: (Avoidance-Avoidance Conflict)
બંને વિકલ્પો અણગમતા હોય. (દા.ત. યુદ્ધમાં જવાથી જાનહાનિ અને યુદ્ધમાં ન જવાથી માનહાનિ)
- અભિગમન-વિગમન સંઘર્ષ: (Approach-Avoidance Conflict)
એક જ વિકલ્પ ગમતો હોય પરંતુ તેનાથી ડર પણ લાગતો હોય. (દા.ત. મોટું મકાન લેવું ગમે પરંતુ તેની સાફસફાઈ ન ગમે.)
- બેવડો અભિગમન-વિગમન સંઘર્ષ: (Double Approach-Avoidance Conflict)
બંને પરિસ્થિતિનું આકર્ષણ હોય અને બંને પરિસ્થિતિમાં ડર પણ લાગતો હોય. (દા.ત. ગ્રીનકાર્ડ વિદેશ ફરવા મળે, પરંતુ માતા-પિતાની સેવા ન થાય.)

0 Comments