Header Ads Widget

બુદ્ધિ Intelligence

બુદ્ધિ (Intelligence) - ગુજરાતીમાં

બુદ્ધિ (INTELLIGENCE)

પરિચય

દુનિયામાં જન્મ લેનાર સમગ્ર જીવસૃષ્ટિમાં સર્વશ્રેષ્ઠ મનુષ્ય છે. અન્ય સજીવોની તુલનામાં તેની પાસે વિશિષ્ટ શારીરિક - માનસિક ક્ષમતાઓ રહેલી છે.

  • પરંતુ દરેક મનુષ્યમાં બુદ્ધિ એકસરખી હોતી નથી. તેથી દરેક વ્યક્તિની તેની સામે આવેલી પરિસ્થિતિનો સામનો કરવાની આવડત સરખી હોતી નથી.
  • સામાન્ય રીતે બુદ્ધિને ‘અક્કલ’, ‘ડહાપણ’, ‘ચાતુયૅ’, ‘મતિ’, ‘વિવેક’, ‘સાન’, ‘સમજણ’, વગેરે શબ્દોના પર્યાય તરીકે ઓળખવામાં આવે છે.
  • બુદ્ધિ એ મનુષ્યના શારીરિક, માનસિક, આવૈગિક, સામાજિક, રાજનૈતિક, વૈજ્ઞાનિક વગેરે તમામ વર્તન સાથે સંબંધિત છે.

બુદ્ધિ શબ્દની ઉત્પત્તિ

  • બુદ્ધિ શબ્દ સંસ્કૃત ભાષાના ‘બુધ્’ ધાતુ પરથી ઊતરી આવેલો છે. બુધ્ એટલે સમજવું કે જ્ઞાન પામવું. આ મુજબ બુદ્ધિ એટલે સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા.
  • બુદ્ધિ માટે અંગ્રેજીમાં Intelligence શબ્દનો ઉપયોગ થાય છે. એ લેટિન ભાષાના Intelligere ક્રિયાપદ પરથી બનેલો છે. Intelligere એટલે સમજવું.
  • બુદ્ધિ માટે ગ્રીક ભાષામાં Nous શબ્દનો પ્રયોગ થાય છે.

બુદ્ધિના પારિભાષિક શબ્દો

  1. માનસિક સજાગતા: પર્યાવરણમાં બનતા બનાવો પ્રત્યે ધ્યાન આપી તેનો અર્થ સમજવો.
  2. સૂઝ: મુશ્કેલ પરિસ્થિતિમાંથી ઉકેલ મેળવવાની શક્તિને સૂઝ કહે છે.
  3. વિવેકશક્તિ / નિણૅયશક્તિ: યોગ્ય અને અયોગ્ય વચ્ચેનો તફાવત પારખવાની શક્તિને વિવેકશક્તિ કહે છે.
  4. ગ્રહણશક્તિ: પર્યાવરણમાં બનતા બનાવોને ઝીલવા અને ગ્રહણ કરવા
  5. કુદરતી બક્ષિસ: ગણતરી કે ચિત્રકામ જેવાં કાર્યો ઉત્તમ રીતે કરવાની જન્મજાત શક્તિ.

બુદ્ધિની વ્યાખ્યાઓ

  • સાર્થ ગુજરાતી જોડણી કોશ (2008): “બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની ચિત્તની આકલન કે સમજશક્તિ.”
  • બિને અને સાઇમન (1904): “બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિણૅય લેવાની અને તર્ક કરવાની શક્તિ.”
  • ટર્મન (1916): “વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂતૅ રીતે વિચારવાની શક્તિ ધરાવતી હોય તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન હોય છે.”
  • વેક્સલર: “બુદ્ધિ એટલે વ્યક્તિની એવી સમગ્રલક્ષી શક્તિ જેને લીધે તે ધ્યેયપૂર્વક કાર્ય કરી શકે, તાકિૅક રીતે વિચારી શકે અને પર્યાવરણ સાથે અસરકારક રીતે વ્યવહાર કરી શકે.”
  • ગાર્ડનર: “બુદ્ધિ એટલે એક કે વધારે સાંસ્કૃતિક પરિવેશોમાં મહત્ત્વની ગણાતી સમસ્યાઓને ઉકેલવાની કે મૂલ્યવાન વસ્તુઓનું નિમાૅણ કરવાની શક્તિ કે કુશળતા.”
  • સ્ટર્નબર્ગો: “બુદ્ધિ એટલે પર્યાવરણના કોઈ પણ સંદભૅ સાથે અનુકૂલન કરવા માટે અથવા તેને ઘાટ આપવા માટે અથવા તેને પસંદ કરવા માટે જરૂરી માનસિક શક્તિઓ.”

બુદ્ધિનું સ્વરૂપ

  • બુદ્ધિ એક સમગ્રલક્ષી માનસિક શક્તિ છે.
  • બુદ્ધિ એક વિવિધ બોધાત્મક માનસિક ક્ષમતા કે શક્તિઓનો સરવાળો છે.
  • બુદ્ધિને પ્રત્યક્ષ રીતે માપી શકાતી નથી.
  • તર્ક, વિચારણા, કલ્પના, નિણૅયક્ષમતા વગેરે બુદ્ધિનાં પાસાંઓ છે.
  • બુદ્ધિ એ અમૂતૅ રીતે તર્ક કરવાની ક્ષમતા છે.
  • બુદ્ધિ જટિલ સમસ્યાઓને સરળ બનાવે છે.
  • બુદ્ધિ વ્યક્તિને વાતાવરણની સાથે અસરકારક રીતે સમાયોજન કે અનુકૂલન કરવામાં મદદરૂપ બને છે.
  • બુદ્ધિ પર આનુવંશિકતા અને વાતાવરણ બંનેની સંયુક્ત અસર જોવા મળે છે.

બુદ્ધિ વિશેના આધુનિક અભિગમો (સિદ્ધાંતો)

  1. સ્પિયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત: (1904) - સામાન્ય બોધતત્ત્વ (G) અને વિશિષ્ટ બોધતત્ત્વ (S).
  2. સ્ટર્નબર્ગોનો ત્રિપુટીનો સિદ્ધાંત: (1985) - ઘટકીય બુદ્ધિ, અનુભવજન્ય બુદ્ધિ અને સંદભૅગત બુદ્ધિ. (પછીથી 'સફળ બુદ્ધિનો સિદ્ધાંત' - Theory of successful Intelligence).
  3. ગિલ્ફોર્ડનો ત્રિ-પરિમાણાત્મક સિદ્ધાંત: (SIP Model) - ક્રિયા, વસ્તુ, નીપજ. કુલ 150 ઘટક (5 x 5 x 6 = 150).
  4. ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત: (1983) - કુલ આઠ પ્રકારની બુદ્ધિ સૂચવી છે.
    • ભાષાકીય બુદ્ધિ (લેખકો, પત્રકારો)
    • તાકિૅક - ગાણિતીક બુદ્ધિ (વૈજ્ઞાનિકો, હિસાબનીશો)
    • અવકાશીય બુદ્ધિ (ચિત્રકાર, સ્થપતિ, ઇજનેરો)
    • દૈહિક-શરીરગતિલક્ષી (રમતવીરો, નૃત્યકારો)
    • આંતરવૈયક્તિક (શિક્ષકો, રાજનેતાઓ, ધર્મગુરુઓ) - અન્ય વ્યક્તિઓને સમજવાની
    • સાંગીતિક બુદ્ધિ (ગાયકો, વાદકો)
    • વ્યક્ત્યંતર્ગત બુદ્ધિ (સ્વ-સમજ) - પોતાની જાતને સમજવાની
    • નૈસર્ગિક બુદ્ધિ (જીવવિજ્ઞાનીઓ, ખેડૂતો)
  5. જે.પી.દાસનો ‘PASS’ સિદ્ધાંત: (ન્યુરોસાયકોલોજિકલ દૃષ્ટિકોણ)
    • P - Planning - આયોજન
    • A - Attension Arousal - ધ્યાન ઉત્તેજના
    • S - Simultaneous Processing - સમકાલીન પ્રક્રિયા (એકસાથે સાંકળવું)
    • S - Successive Processing - ક્રમબદ્ધ પ્રક્રિયા (ક્રમમાં ગોઠવવું)
  6. થસ્ટોૅનનો બહુઅવયવી સિદ્ધાંત: (સાત પ્રકાર) - સ્મૃતિ, શબ્દોની પ્રવાહિતા, શબ્દોની સાથૅકતા, અંકશક્તિ, તકૅશક્તિ, પ્રત્યક્ષીકરણ ઝડપ, અવકાશીય સંબંધો.

બુદ્ધિનું માપન

  • માનસિક વય (MA): વ્યક્તિના માનસિક વિકાસની કક્ષા.
  • શારીરિક વય (CA): જન્મથી બુદ્ધિ કસોટી આપવાની તારીખ સુધીનો સમય.

બુદ્ધિઆંક (IQ)

  • બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર વિલિયમ સ્ટર્ન (1912) એ આપ્યું હતું.
  • સૂત્ર: $$IQ = \frac{MA}{CA} \times 100$$
  • ઉદાહરણ: જો MA = 12 વર્ષ અને CA = 10 વર્ષ હોય, તો IQ = 12/10 * 100 = 120.

બુદ્ધિકસોટીઓ

  • સ્ટેનફોર્ડ - બિને બુદ્ધિ કસોટી: (1905, ફ્રેન્ચમાં બિને-સાઇમન; 1916, અંગ્રેજીમાં ટર્મન) - ગુજરાતીમાં રૂપાંતર કરનાર: એન. એન. શુક્લ.
  • વેક્સલરની બુદ્ધિ કસોટી: (શાબ્દિક અને ક્રિયાત્મક અંકો પ્રાપ્ત થાય છે) - WPPSI (4-6.5 વર્ષ), WISC (6-16 વર્ષ), WAIS (16-64 વર્ષ).
  • રેવનની બુદ્ધિ કસોટી (RPM): (1936) - અશાબ્દિક કસોટી, અમૂતૅ તર્કના માપન માટે ઉપયોગી.

બુદ્ધિઆંકનું વિતરણ (ટર્મન - 1925)

બુદ્ધિઆંક વર્ણન ટકાવારી
130 થી વધુપ્રતિભાશાળી બુદ્ધિ2.20
120 થી 130ઉચ્ચ બુદ્ધિ6.70
110 થી 119ઉચ્ચ સરેરાશ બુદ્ધિ16.10
90 થી 109સરેરાશ બુદ્ધિ50.00
80 થી 89નિમ્ન સરેરાશ બુદ્ધિ16.10
70 થી 79સીમાવર્તીય બુદ્ધિ6.70
70 થી નીચેમાનસિક પડકારરૂપ2.20

ભારતમાં બુદ્ધિકસોટીનો વિકાસ

  • ગુજરાતી ભાષામાં સૌપ્રથમ બુદ્ધિ કસોટી: ડૉ. કૃષ્ણકાંત દેસાઈ. (Ph.D. પદવી - 1954).
  • સૌપ્રથમ ગુજરાતી સમૂહ બુદ્ધિ કસોટીઓ: કે.જી.દેસાઈ.

Post a Comment

0 Comments