Header Ads Widget

માનવ વિકાસ: વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા

માનવ વિકાસ: વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા

માનવ વિકાસ: વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા

વિકાસ: જન્મ વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતાનું પરિણામ છે. વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા એ પરસ્પર આધારિત છે.

કુદરતના બે સર્જનો:

1. સજીવ: કુદરતનાં જે સર્જનોમાં ચેતનાનો સંચય થતો હોય તેને સજીવ કહે છે.

2. નિર્જીવ: કુદરતનાં જે સર્જનોમાં જેમાં ચેતનાનો સંચય ન થતો હોય તેને નિર્જીવ કહે છે.

માનવ વિકાસની પ્રક્રિયાના મુખ્ય ત્રણ આધારસ્તંભો:

1. વૃદ્ધિ, 2. વિકાસ, 3. પરિપક્વતા

1. વૃદ્ધિ:

“વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતા ફેરફારો”
- ક્રો અને ક્રો

“વૃદ્ધિને શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે, તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર”
- ફ્રેન્ડ

“વૃદ્ધિ એ વાતાવરણની નહીં, પરંતુ સજીવની અંદર થતી પોતાની ક્રિયાનું પરિણામ છે.”
- આર્નોલ્ડ ગેસલ

‘બાળકના જન્મથી તે પુગિત્તા પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં માથામાં બે ગણો, છાતીમાં અઢી ગણો, ધડમાં ત્રણ ગણો, હાથમાં ચાર ગણો, અને પગમાં પાંચ ગણો વધારો થાય છે.’
- ઇલિઝાબેથ હરલોક

 વૃદ્ધિની પ્રક્રિયા ગર્ભાવસ્થાથી શરૂ થાય છે અને મર્યાદિત સમયમાં પૂરી થાય છે.

 એક તબક્કે વૃદ્ધિ અટકે છે. તે સ્થિતિને ‘પરિપક્વતા’ કહે છે.

વૃદ્ધિ પ્રમાણાત્મક ફેરફાર છે.

2. વિકાસ:

“સમગ્ર દેહતંત્રમાં થતા ફેરફારને વિકાસ કહે છે.”
- ક્રો અને ક્રો

“વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે, પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રગત્યાત્મક ફેરફારો એટલે વિકાસ.”
- ઇલિઝાબેથ હરલોક

“વિકાસની પ્રક્રિયા ક્રમિક અને સતત ચાલતી પ્રક્રિયા છે.”
- સ્કિનર

 વિકાસ એ શરીરનાં બધાં અંગોનો ગુણાત્મક અને ક્રિયાત્મક ફેરફાર સૂચવે છે.

 વિકાસ એક સર્વાંગી અને સાંગોપાંગ પ્રક્રિયા છે. વિકાસ ક્રમબદ્ધ, પ્રતિકારક અને સુસંવાદી હોય છે.

વિકાસને અસર કરતાં મુખ્ય બે પરિબળો:

1. વારસો 2. વાતાવરણ

1. વારસો:

વારસો બે પ્રકારનો હોય છે: 1. પ્રગટ કે પ્રભાવી વારસો, 2. અપ્રગટ કે પ્રચ્છન્ન વારસો.

દા.ત. - આંખનો રંગ, વાળનો રંગ, શરીરનો બાંધો, વજન, ઊંચાઈ વગેરે પ્રગટ વારસાના લક્ષણો છે.

2. વાતાવરણ:

દુર્ગાનંદ સિંહાએ બાળકના વિકાસના ત્રણ વિભાગો દર્શાવ્યા છે:

  1. ઘર: બાળકની શારીરિક અને સામાજિક આંતરક્રિયા.
  2. શાળા: શાળાનો પ્રકાર, શિક્ષણનું માધ્યમ, શૈક્ષણિક સવલતો વગેરેની અસર.
  3. સમવયસ્કો (મિત્રો): સમવયસ્ક મિત્રો, તેમની પ્રવૃત્તિઓ, આંતરક્રિયા.

પર્યાવરણનાં બાહ્ય સ્તરનાં ઘટકો:

1. સામાન્ય ભૌતિક વાતાવરણ (ગરમ/ઠંડો પ્રદેશ, પર્વતીય/રણ પ્રદેશ વગેરે).

2. સંસ્થાકીય માળખું (જ્ઞાતિ, વર્ગ, ધર્મ, સમુદાય).

3. સામાન્ય સુવિધાઓ (પૌષ્ટિક ખોરાક અને પાણી).

વિકાસની સમજૂતીના સિદ્ધાંતો:

1. જિન પિયાજેનો બોધાત્મક વિકાસનો સિદ્ધાંત:

સ્વિસ મનોવૈજ્ઞાનિક જિન પિયાજેએ બોધાત્મક વિકાસની સમજૂતી આપી. જન્મથી બાર વર્ષ સુધીના તબક્કાને ચાર તબક્કામાં વહેંચ્યા છે.

ઉંમર તબક્કો લક્ષણો
જન્મથી બે વર્ષ સંવેદનિકકારક તબક્કો પ્રતિકાત્મક રીતે વિચારવાનું શરૂ કરે છે. પદાર્થો સ્થાયી હોય છે એવો ખ્યાલ બંધાય છે.
બેથી સાત વર્ષ પૂર્વ ક્રિયાત્મક તબક્કો બાળકની વિચારણા અહંકેન્દ્રિત હોય છે. પ્રતીકો અને સંજ્ઞાના ઉપયોગ વડે વિચાર કરે.
સાતથી બાર વર્ષ મૂર્ત (પદાર્થલક્ષી) ક્રિયાત્મક તબક્કો મૂર્ત પદાર્થો અને ઘટનાઓ વિશે તાર્કિક રીતે વિચારી શકે છે. પદાર્થોનું વર્ગીકરણ કરી શકે છે.
બાર વર્ષથી આગળ અમૂર્ત ક્રિયાત્મક તબક્કો અમૂર્ત વિચારો કરી શકે છે. તાર્કિક અને વ્યવસ્થિત તેમજ ચિંતનાત્મક વિચારશક્તિ વિકસે છે.

2. કોહલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત:

કોહલબર્ગે નૈતિકતાનો ત્રિસ્તરીય વાદ આપ્યો છે, જેમાં 3 કક્ષાઓ અને 7 તબક્કાઓ છે:

  1. પૂર્વ નૈતિક કક્ષા: સુખ-દુ:ખ અને લાભ-ગેરલાભનો અભિગમ.
  2. પરંપરાગત કક્ષા: સારી વર્તણૂકવાળા બાળકનો અભિગમ અને સામાજિક વ્યવસ્થાની જાળવણીનો અભિગમ.
  3. પશ્ચાત પારંપરિક નૈતિકતા: સામાજિક નિયંત્રણ, નૈતિક સિદ્ધાંત અને વૈશ્વિક અભિગમ.

3. ફ્રોઇડનો મનોજાતીય વિકાસનો સિદ્ધાંત:

વ્યક્તિના વિકાસની અવસ્થાઓ તેની મનોજાતીય વિકાસની અવસ્થાઓ છે.

  1. મુખકેન્દ્રી અવસ્થા: જન્મથી દોઢ/બે વર્ષ (આનંદ મુખમાં કેન્દ્રિત).
  2. ગુદાકેન્દ્રી અવસ્થા: બીજા અને ત્રીજા વર્ષ દરમિયાન (મળમૂત્ર વિસર્જનની પ્રક્રિયા સાથે સંકળાયેલી કામશક્તિ - લિબિડો).
  3. શિશ્નકેન્દ્રી અવસ્થા: ત્રણથી છ વર્ષ (જાતીય અંગોના ઉદ્દીપન પર કામશક્તિ કેન્દ્રિત).
  4. સુપ્ત અવસ્થા: છ થી બાર વર્ષ (કામશક્તિના વિકાસની વિરામ અવસ્થા, બૌદ્ધિક પ્રવૃત્તિઓમાંથી આનંદ).
  5. પુગ શિશ્નકેન્દ્રી અવસ્થા: તરુણાવસ્થાથી શરૂ (વિજાતીય વ્યક્તિ તરફ આકર્ષણ).

4. એરિક એરિક્સનનો જીવન વિકાસ તબક્કાનો સિદ્ધાંત:

મનોસામાજિક વિકાસની પ્રક્રિયાને આઠ તબક્કામાં વહેંચી છે (વ્યક્તિ અને સમાજ વચ્ચેની આંતરક્રિયા પર ભાર).

  1. વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ (જન્મથી - 18 માસ)
  2. સ્વાયત્તતા વિરુદ્ધ શરમ અને શંકા (18 માસથી 3 વર્ષ)
  3. પહેલવૃત્તિ વિરુદ્ધ દોષની લાગણી (3 થી 5 વર્ષ)
  4. ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા (5 થી 12 વર્ષ)
  5. સ્વઓળખ વિરુદ્ધ ભૂમિકા અંગે ગૂંચવાડો (12 થી 18 વર્ષ)
  6. આત્મીયતા વિરુદ્ધ એકલવાયાપણું (18 થી 40 વર્ષ)
  7. ઉત્પાદકતા વિરુદ્ધ નિષ્ક્રિયતા (40 થી 65 વર્ષ)
  8. સુગ્રથિતતા વિરુદ્ધ હતાશા (65 વર્ષ પશ્ચાત)

વિકાસની અવસ્થાઓ (ઇલિઝાબેથ હરલોક અને અન્ય મતે):

બાળકનો વિકાસ ગર્ભાવસ્થાથી શરૂ થાય છે.

હરલોકના મતે વિકાસની અવસ્થાઓ:

  1. જન્મ પૂર્વેની અવસ્થા: (ગર્ભાધાનથી લગભગ 280 દિવસ) - બીજ અવસ્થા (0-2 અઠવાડિયા), ભ્રૂણ અવસ્થા (2 અઠવાડિયા-2 માસ), ગર્ભાવસ્થા (2 માસ-જન્મ).
  2. જન્મ પછીની અવસ્થા:
    • શૈશવાવસ્થા: જન્મ - 2 વર્ષ.
    • બાલ્યાવસ્થા: 2 - 12 વર્ષ (પૂર્વ: 2-6, ઉત્તર: 6-12).
    • તરુણાવસ્થા: 12 - 18 વર્ષ (પૂર્વ: 12-15, ઉત્તર: 16-18) - સંક્રાંતિકાળ, જીવનની વસંત.
    • પુખ્તાવસ્થા: 18 - 50 વર્ષ (પૂર્વ: 18-35, ઉત્તર: 36-50) - જીવનનો સુવર્ણકાળ.
    • વૃદ્ધાવસ્થા: 60 થી વધુ.

હેવિંગહર્સ્ટ અને એરિક્સનના મતે મુખ્ય અવસ્થાઓ:

  1. ગર્ભાવસ્થા: (ગર્ભાધાનથી જન્મ) - શારીરિક વિકાસ અત્યંત ઝડપી.
  2. શૈશવાવસ્થા: (જન્મથી 5-6 વર્ષ) - સહજવૃત્તિ, અનુકરણ, રચના અને જિજ્ઞાસાવૃત્તિ પ્રબળ.
  3. બાલ્યાવસ્થા (કિશોરાવસ્થા): (5/6 થી 12 વર્ષ) - શાળા પ્રવેશ, જિજ્ઞાસા, સંગ્રહવૃત્તિ, બહિર્મુખી.
  4. તરુણાવસ્થા (કુમારાવસ્થા): (12 થી 18/19 વર્ષ) - જીવનનો સંક્રાંતિકાળ, સંઘર્ષ અને દબાણનો સમયગાળો.
  5. યુવાવસ્થા (પુખ્તાવસ્થા): (20 થી 40 વર્ષ) - ભરપૂર શક્તિ, વૃદ્ધિ અટકાવ, જીવનનો સુવર્ણકાળ.
  6. પ્રોઢાવસ્થા: (40 થી 60 વર્ષ) - જીવનમાં સ્થિરતા, સિદ્ધિની ઉચ્ચતમ સીમા.
  7. વૃદ્ધાવસ્થા: (60 વર્ષ પછી) - નિવૃત્તિ, જ્ઞાનેન્દ્રિયોની નિર્બળતા, એકલવાયાપણું.

બાળઉછેરની પૈતૃક શૈલીઓ:

  1. અધિકારવાદી અને આપખુદ શૈલી: કડક શિસ્ત, બળજબરી.
  2. લાડ લડાવવાની અને છૂટછાટવાળી: વધારે પડતી છૂટછાટ, સહકારની ભાવના વગરનાં બાળકો.
  3. અધિકૃત અને પારસ્પરિક શૈલી: હકારાત્મક અભિગમવાળા હોય છે.
  4. ઉપેક્ષક અને સામેલગીરી વિનાની શૈલી: તિરસ્કાર અને સામેલ જ ન થવાની વૃત્તિ.

Post a Comment

0 Comments