Header Ads Widget

શિક્ષણ (અધ્યયન) અને તેની પદ્ધતિઓ

શિક્ષણ (અધ્યયન) અને તેની પદ્ધતિઓ

શિક્ષણ (અધ્યયન) અને વર્તન

(૩૪) સજીવના વર્તનના પ્રકારો

૧. સહજિક વર્તન:

  • કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર પ્રાપ્ત થતા વર્તનને સહજિક વર્તન કહે છે.
  • **દા.ત.:** બાળક્નું રડવું, પક્ષીનું ચણવું/ઊડવું, ગાયનું વાછરડાને સ્તનપાન કરાવવું.

૨. શિક્ષિત વર્તન:

  • અનુભવ, પ્રયત્ન અને મહાવરા દ્વારા પ્રાપ્ત થતા વર્તનને શિક્ષિત વર્તન કહે છે.
  • **દા.ત.:** સાઈકલ ચલાવવી, તરવું, ટાઈપિંગ કરવું, નૃત્ય કરવું વગેરે.

શિક્ષણની વ્યાખ્યા :

“પૂર્વ અનુભવ, પ્રયત્ન અને મહાવરાને લીધે વર્તનમાં થતો કાયમી કે સાપેક્ષ ફેરફાર.”

- **સી.ટી. મોર્ગન**

ઉપરની વ્યાખ્યા પરથી શિક્ષણ માટે મુખ્યત્વે ત્રણ બાબતો અનિવાર્ય જણાય છે:

૧. પૂર્વ અનુભવ, પ્રયત્ન અને મહાવરો

૨. વર્તનમાં થતો ફેરફાર

૩. કાયમી કે સાપેક્ષ ફેરફાર

અધ્યયન (શિક્ષણ) ને લગતી વ્યાખ્યાઓ :

  • ‘અનુભવ અને તાલીમ દ્વારા વર્તનમાં થતો ફેરફાર એટલે અધ્યયન.’ - **ગેટ્સ, જેરસિલ્ફ, ચાર્મેલ**
  • ‘અધ્યયન એ ઉત્તરોત્તર થતી અનુકૂલન પ્રક્રિયા છે.’ - **ડો. ફ્રાન્સિસ પાવર્સ**
  • ‘મહાવરાને પરિણામે થતો ફેરફાર એ અધ્યયન છે.’ - **આર. એ. ચેમ્પિયન**
  • ‘જ્ઞાન અને વલણો પ્રાપ્ત કરવાં તેનું નામ અધ્યયન.’ - **ક્રો એન્ડ ક્રો**

અધ્યયનની તરકીબો (રીતો) :

ક્રમ શિક્ષણની તરકીબ પ્રણેતા દેશ પ્રાણી
૧. શાસ્ત્રીય / પ્રશિષ્ટ અભિસંધાન પાવલોવ રશિયન કૂતરો
૨. કારક/ક્રિયાત્મક અભિસંધાન સ્કિનર અમેરિકન ઉંદર અને કબૂતર
૩. પ્રયત્ન અને ભૂલ થોર્નડાઇક અમેરિકન બિલાડી-ઉંદર
૪. આંતરસૂઝનું શિક્ષણ કોહલર જર્મની ચિમ્પાન્ઝી
૫. શાબ્દિક શિક્ષણ એબિંગહોસ જર્મની માનવી
૬. અવલોકનાત્મક શિક્ષણ બાન્દૂરા અમેરિકન માનવી-રમકડાંની ઢીંગલી

૧. શાસ્ત્રીય / પ્રશિષ્ટ અભિસંધાન (S પ્રકારનું અભિસંધાન)

 અભિસંધાન એટલે **જોડાણ**. તે સાહચર્યવાદ ઉપર આધારિત છે.

 મૂળ ઉદ્દીપક સિવાયના અન્ય ઉદ્દીપક પ્રત્યે સમાન પ્રતિક્રિયા આપવાનું શિક્ષણ પ્રાપ્ત થાય તો તેને અભિસંધાન થયું કહેવાય.

 પ્રણેતા: **ઇવાન પેટ્રોવિચ પાવલોવ** (રશિયન શરીરશાસ્ત્રી). તેમને ૧૯૦૪ માં નોબલ પારિતોષિક મળ્યું હતું.

પાવલોવનો પ્રયોગ (કૂતરા પર):

કૂતરાને સ્ટેન્ડ પર સ્થિર રાખી, ઓપરેશન દ્વારા લાળ ગ્રંથિઓ કાપી રબરની નળીઓ જોડી લાળ માપવાની અને ખોરાક મૂકવા તેમજ ઘંટડી વગાડવાની યાંત્રિક વ્યવસ્થા કરી.

  • **પ્રક્રિયા:** પહેલાં ઘંટડી વગાડી, પછી ખોરાક મૂક્યો. (થોડા સમય સુધી ચાલુ રાખ્યું)
  • **પરિણામ:** માત્ર ઘંટડીનો અવાજ સાંભળવાથી પણ કૂતરાના મોંમાંથી લાળ ઝરતી હતી.

**પ્રયોગનાં સોપાનો:**

અભિસંધાન પહેલાં: ખોરાક (UCS) → લાળસ્રાવ (UCR)

અભિસંધાન પહેલાં: ઘંટડી (CS) → કોઈ ચોક્કસ પ્રતિક્રિયા નહિ.

અભિસંધાન દરમિયાન: ઘંટડી (CS) + ખોરાક (UCS) → લાળસ્રાવ (UCR)

અભિસંધાન પછી: ઘંટડી (CS) → લાળસ્રાવ (CR)

પ્રશિષ્ટ અભિસંધાનના ખ્યાલો:

  • **અનઅભિસંધિત ઉદ્દીપક (UCS):** ખોરાક (જેનાથી કુદરતી પ્રતિક્રિયા થાય).
  • **અનઅભિસંધિત પ્રતિક્રિયા (UCR):** લાળસ્રાવ (તાલીમ વગર થતી પ્રતિક્રિયા).
  • **અભિસંધિત ઉદ્દીપક (CS):** ઘંટડી (જેને વારંવાર UCS સાથે રજૂ કરાતા પ્રતિક્રિયા ઉત્પન્ન થઈ).
  • **અભિસંધિત પ્રતિક્રિયા (CR):** માત્ર ઘંટડીના અવાજથી થતો લાળસ્રાવ.
  • **પ્રબલન:** ખોરાક (શિક્ષેલી પ્રતિક્રિયાને દૃઢ કરનારું ઘટક).
  • **વિલોપન:** અભિસંધિત પ્રતિક્રિયા પછી જો પ્રબલન (ખોરાક) ન આપવામાં આવે તો ધીમે ધીમે અભિસંધાન અદૃશ્ય થવું.
  • **સામાન્યીકરણ:** એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપક પ્રત્યે સમાન પ્રતિક્રિયા થવી. (દા.ત. ઘંટડીના અવાજથી લાળ ઝરે તે જો બેલના અવાજથી પણ ઝરે).
  • **ભેદબોધન:** બે ઉદ્દીપક વચ્ચેનો તફાવત પારખવો. (દા.ત. ઘંટડીના અવાજ સાથે ખોરાક મળે અને બેલના અવાજ સાથે ન મળે તો તફાવત શીખવો).

૨. કારક અભિસંધાન (R-અભિસંધાન)

 પ્રણેતા: **બી. એફ. સ્કિનર** (અમેરિકન મનોવૈજ્ઞાનિક). પ્રયોગો ઉંદર અને કબૂતર પર કર્યા.

 આ સિદ્ધાંતને ક્રિયા પ્રસ્તુત અથવા સાધનભૂત અભિસંધાન પણ કહે છે.

 કારક અભિસંધાનમાં પ્રાણી જો પોતે જાતે કોઈ ચોક્કસ પ્રતિક્રિયા કરે તો જ તે **પ્રબલનનું હકદાર** બની શકે છે.

સ્કિનરનો પ્રયોગ (ઉંદર પર):

ભૂખ્યા ઉંદરને 'સ્કિનર પેટી'માં મૂક્યો. ઉંદરે દોડાદોડી કરી, અચાનક પંજો હાથા પર પડ્યો અને એક અન્નગુટિકા પડી. ઉંદર તે ખાય છે. વારંવાર પ્રયત્ન કરતા તે ઓછા સમયમાં હાથા દબાવવાનું શીખ્યો.

 અહીં **હાથો દબાવવાની ક્રિયા** એ 'ક્રિયાત્મક પ્રતિક્રિયા' છે અને **ખોરાક મેળવવો** એ પરિણામ છે.

 યાંત્રિક સાધનો (રેડિયો, ટીવી, કોમ્પ્યુટર) વાપરવાનું શિક્ષણ આ સિદ્ધાંતના આધારે થાય છે.

પ્રબલનના પ્રકારો:

  • **૧. વિધાયક પ્રબલન:** પ્રતિક્રિયા પછી ઉદ્દીપક રજૂ થાય અને પ્રતિક્રિયાના દરમાં વધારો થાય. (દા.ત. પ્રશંસા, ચંદ્રક, પૈસા).
  • **૨. નિષેધક પ્રબલન:** પ્રતિક્રિયાની સંભાવના વધારનારું અને પ્રતિક્રિયા બાદ દૂર કરાતું ઉદ્દીપક. (સ્કિનરના મતે નિષેધક પ્રબલન એ શિક્ષા નથી.)

૩. પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ

 પ્રણેતા: **એડવર્ડ. લી. થોર્નડાઇક** (અમેરિકન મનોવૈજ્ઞાનિક). પ્રયોગો બિલાડી અને ઉંદર પર કર્યા.

થોર્નડાઇકનો બિલાડી પરનો પ્રયોગ (સમસ્યા પેટી):

ભૂખી બિલાડીને એવી સમસ્યા પેટીમાં મૂકવામાં આવી, જેની કળ દબાવતાં દરવાજો આપોઆપ ખુલી જાય. બહાર ખોરાક મૂક્યો.

  • બિલાડીએ બહાર નીકળવા અનેક નિષ્ફળ પ્રયત્નો કર્યા (ભૂલો).
  • અચાનક પંજા વડે કળ દબાવતાં દરવાજો ખૂલ્યો (પ્રયત્ન).
  • **થોર્નડાઇકે કળ દબાવવા સિવાયની બધી ક્રિયાઓને ‘ભૂલો’ ગણી** અને કળ દબાવવાની ક્રિયાને ‘પ્રયત્ન’ ગણ્યો.
  • ૨૪ માં પ્રયત્ને બિલાડી એક પણ ભૂલ કર્યા વગર માત્ર ૧૦ સેકન્ડમાં બહાર નીકળવાનું શીખી ગઈ.

પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનાં સોપાનો:

૧. ઈરણ (પ્રેરણા) → ૨. ધ્યેય → ૩. સમસ્યારૂપ પરિસ્થિતિ →

૪. દિશાવિહીન પ્રયત્નો → ૫. સાચા માર્ગની પસંદગી → ૬. અધ્યયન

થોર્નડાઇકના શિક્ષણના પ્રકારો (નિયમો):

  • **૧. તત્પરતાનો સિદ્ધાંત:** વિદ્યાર્થી શિક્ષણ મેળવવા તત્પર હોય ત્યારે શિક્ષણ આપવું.
  • **૨. અસરનો સિદ્ધાંત:** અધ્યયનમાંથી આનંદ, સંતોષ અને ઉત્સાહની લાગણી જન્મે તેવું શિક્ષણ.
  • **૩. પુનરાવર્તનનો સિદ્ધાંત:** પુનરાવર્તનને કારણે ઉદ્દીપક-પ્રતિચાર વચ્ચેનું જોડાણ મજબૂત બને છે.

૪. આંતરસૂઝ દ્વારા શિક્ષણ

 આંતરસૂઝ શિક્ષણ એક **બોધાત્મક ક્રિયા** સાથે જોડાયેલી પ્રક્રિયા છે.

 પ્રણેતા: **કોહલર** (સમગ્રતાવાદી જર્મન મનોવૈજ્ઞાનિક).

 પ્રયોગ: કૅનેરી ટાપુ પર 'સુલ્તાન' નામના ચિમ્પાન્ઝી વાનર પર કર્યો.

આંતરસૂઝનો અર્થ:

કોઈ પણ શિક્ષણમાં જો આંતરસૂઝ પ્રાપ્ત થાય, તો સમસ્યા-શિક્ષણ માટેના અનેક નિષ્ફળ પ્રયત્નોનો **એકાએક અંત આવે** છે અને ઉકેલ મળી આવતાં શિક્ષણ પ્રાપ્ત થાય છે. તેને કોહલર **'આહા!'** અનુભવ તરીકે ઓળખાવે છે.

કોહલરના પ્રયોગો:

  • **૧. એક લાકડીવાળો પ્રયોગ:** ચિમ્પાન્ઝી (સુલ્તાન) એ પાંજરામાં પડેલી લાકડી જોઈને અચાનક ઝબકારો થતાં તેનો ઉપયોગ કેળાં લેવા માટે કર્યો.
  • **૨. બે લાકડીવાળો પ્રયોગ:** વાનરને રમતાં રમતાં અચાનક બે લાકડીઓ જોડવાનો વિચાર આવતા, જોડેલી લાકડીથી દૂરના કેળાં મેળવ્યાં.
  • **૩. ખોખાંનો પ્રયોગ:** ઊંચી છતવાળા રૂમમાં કેળાં લટકાવ્યા. વાનરે ખોખાં ગોઠવીને તેના પર ચઢીને કેળાં મેળવ્યાં.

આંતરસૂઝના સર્જનાત્મક વિચારણાનાં સોપાનો:

૧. તૈયારી → ૨. સેવન → ૩. વિચારનો ઝબકાર → ૪. મૂલ્યાંકન

શૈક્ષણિક સામગ્રીઓ અને અનુભવ શંકુ

શાબ્દિક શિક્ષણ :

 પ્રણેતા: **એબિંગહોસ** (જર્મની). નાનું બાળક શ્રવણ, કથન, બોલતાં, લખતાં, વાંચતાં શીખે તેને શાબ્દિક શિક્ષણ કહે છે.

અવલોકનાત્મક શિક્ષણ (અનુકરણાત્મક શિક્ષણ) :

 પ્રણેતા: **આલ્બર્ટ બાન્દૂરા** (અમેરિકા).

અનુભવ શંકુના વિવિધ સ્તરો (ઉદાહરણો):

  • **ક્ષેત્ર પ્રવાસ:** વર્ગમાં શક્ય નથી તેવા વાસ્તવિક સ્થળ, તંત્ર કે લોકોને જઈને મળવું, જોવું, સમજવું, અવલોકન કરવું.
  • **પ્રદર્શન:** દર્શક જોઈ શકે તે માટેનું ચિત્ર, વસ્તુ, મોડેલ, ઘટનાનું પ્રદર્શન.
  • **ટેલિવિઝન:** વિન્ડોઝ ટુ ધ વર્લ્ડ. જીવંત પ્રસારણ, વિશ્વની ઘટનાઓ સાથે સીધું જોડાણ.
  • **ચલચિત્ર:** દૃશ્ય અને શ્રાવ્ય અનુભવોનું મિશ્રણ. ભૂગોળ કે વૈજ્ઞાનિક ઘટનાઓ પર ફિલ્મ બતાવવી.
  • **રેકોર્ડિંગ, રેડિયો અને સ્થિર ચિત્રો:** આંખ અને કાન માટે અનુભવ. (એક ચિત્ર બરાબર ૧૦૦૦ શબ્દો)
  • **દૃશ્ય સંકેતો:** નકશા, ચાર્ટ, ગ્રાફ કે આકૃતિથી સરળતાથી સમજી શકાય.
  • **શાબ્દિક સંકેતો:** સૌથી અમૂર્ત. ભાષાની લેખિત કે મૌખિક રજૂઆત. (સામયિક, વિશ્વકોશ, સંદર્ભ પુસ્તકો).

અનુભવ શંકુના શૈક્ષણિક ફલિતાર્થો:

  • માત્ર વાતચીત નહીં, સાથે અન્ય સામગ્રીનો પણ ઉપયોગ કરવો.
  • પૂરતા મૂર્ત અનુભવ વિના માત્ર શાબ્દિક કક્ષાએ ન ભણાવવું.
  • મૂર્ત અનુભવથી અટકવું નહીં, સાથે અમૂર્ત અનુભવ તરફ જવું જોઈએ.
  • વિદ્યાર્થીઓ બધી ઇન્દ્રિયનો ઉપયોગ કરે તેવું આયોજન કરવું.
  • દૃશ્ય-શ્રાવ્ય સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ દુનિયાને વર્ગમાં લાવી આપે છે.

Post a Comment

0 Comments