નવેમ્બર ૨૦૨૫ કરંટ અફેર્સ
GPSC, Class-3 અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે
(તારીખ ૧ થી ૧૫ નો સારાંશ)
૦૧ નવેમ્બર
- મણિપુર: સારો પાક થવાની ખુશીમાં 'ચવાંગ કૂટ ઉત્સવ' ઉજવાયો.
- રક્ષા કરાર: ભારત અને અમેરિકા વચ્ચે ૧૦ વર્ષીય રક્ષા ફ્રેમવર્ક પર હસ્તાક્ષર.
- જનજાતિય ગૌરવ: ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જયંતી નિમિત્તે પખવાડિયું શરૂ.
- દિવસ: છત્તીસગઢ રાજ્ય સ્થાપના દિવસ (સ્થાપના: ૨૦૦૦).
- ચેસ: ગોવામાં ફીડે ચેસ વિશ્વ ચેમ્પિયનશિપ ૨૦૨૫નું ઉદ્ઘાટન.
૦૨ નવેમ્બર
- વર્લ્ડ રેકોર્ડ: 'સ્વસ્થ નારી, સશક્ત પરિવાર' અભિયાનમાં ભારતને ૩ ગિનિસ રેકોર્ડ મળ્યા.
- સ્પોર્ટ્સ: ભારતીય મહિલા ટીમે પહેલો ICC મહિલા ODI વર્લ્ડ કપ જીત્યો.
- નિવૃત્તિ: ટેનિસ સ્ટાર રોહન બોપન્નાએ સંન્યાસ જાહેર કર્યો.
- લખનૌ: યુનેસ્કોની યાદીમાં 'ગેસ્ટ્રોનોમી' કેટેગરીમાં સામેલ.
૦૩ નવેમ્બર
- ISRO મિશન: સૌથી વજનદાર સંચાર ઉપગ્રહ 'CMS-03' (૪૪૧૦ કિગ્રા) લોન્ચ કર્યો.
- ડિજિટલ ગણતરી: દેશની પ્રથમ ડિજિટલ મત્સ્યઉધોગ ગણતરી શરૂ થઈ.
- સન્માન: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને IIT કાનપુર દ્વારા સન્માનિત કરાયા.
૦૪ નવેમ્બર
- પ્રોજેક્ટ ચિત્તા: બોત્સવાનાથી ૮ ચિત્તા કુનો નેશનલ પાર્કમાં લાવવામાં આવશે.
- આંતરરાષ્ટ્રીય: સામિયા સુલુહુ હસન તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ બન્યા.
- શૂટિંગ: અવની લેખરાએ પેરા શૂટિંગ વર્લ્ડ કપમાં ગોલ્ડ જીત્યો.
૦૫ નવેમ્બર
- ગૌરવ: અમૂલ અને IFFCO વિશ્વની અગ્રણી સહકારી સંસ્થાઓ બની.
- રામસર સાઈટ: બિહારનું 'ગોગાબીલ તળાવ' રામસર સાઈટ જાહેર (કુલ ૯૪).
- માલદીવ: તમાકુ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકનાર વિશ્વનો પ્રથમ દેશ.
૦૬ નવેમ્બર
- સ્ટારલિંક: મહારાષ્ટ્ર સેટેલાઇટ ઇન્ટરનેટ માટે કરાર કરનાર પ્રથમ રાજ્ય.
- AI હબ: તેલંગાણા સરકારે AI ઇનોવેશન હબ શરૂ કર્યું.
- અમેરિકા: ગઝાલા હાશ્મી વર્જિનિયાના લેફ્ટનન્ટ ગવર્નર બન્યા.
૦૭ નવેમ્બર
- વંદે માતરમ: રાષ્ટ્રીય ગીતના ૧૫૦ વર્ષ પૂરા થતા મહોત્સવ શરૂ.
- વંદે ભારત: ૪ નવી ટ્રેનોને લીલી ઝંડી આપવામાં આવી.
- નૌકાદળ: સર્વે જહાજ 'ઇક્ષક' સેવામાં જોડાયું.
- દિવસ: રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસ.
૦૮ નવેમ્બર
- ડેનમાર્ક: ૧૫ વર્ષથી નીચેના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ.
- ચેસ: રાહુલ વી.એસ. ભારતના ૯૧મા ગ્રાન્ડમાસ્ટર બન્યા.
- કંચનજંઘા: 'GOOD' રેટિંગ મેળવનાર એકમાત્ર ભારતીય વર્લ્ડ હેરિટેજ સાઈટ.
૦૯ નવેમ્બર
- પોલો કપ: ભારતે આર્જેન્ટિનાને હરાવી વર્લ્ડ ટાઈટલ જીત્યું.
- શૌર્ય: BSF ના શ્વાન 'બબીતા' ને વિશેષ સન્માન.
- દિવસ: ઉત્તરાખંડ સ્થાપના દિવસ (૨૫મો).
- આસામ: બહુવિવાહ પ્રતિબંધ બિલ મંજૂર.
૧૦ થી ૧૨ નવેમ્બર
- એવોર્ડ: શ્રી શ્રી રવિશંકરને 'વર્લ્ડ પીસ એન્ડ સિક્યુરિટી લીડર એવોર્ડ ૨૦૨૫'.
- બુકર પ્રાઈઝ: ડેવિડ સઝાલે (નવલકથા: 'ફ્લેશ') વિજેતા બન્યા.
- ભૂટાન પ્રવાસ: PM મોદીએ ૧૦૨૦ મેગાવોટ હાઈડ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું.
- જળ પુરસ્કાર: મહારાષ્ટ્ર પ્રથમ, ગુજરાત બીજા ક્રમે.
- RPF: 'ઓપરેશન નન્હે ફરિશ્તે' હેઠળ ૧૬,૦૦૦ બાળકોને બચાવ્યા.
૧૩ થી ૧૫ નવેમ્બર
- ટીબી મુક્ત: ભારતમાં ટીબી કેસોમાં ૨૧% ઘટાડો.
- વેપાર મેળો: દિલ્હીમાં ૪૪મો આંતરરાષ્ટ્રીય ટ્રેડ ફેર શરૂ (થીમ: એક ભારત-શ્રેષ્ઠ ભારત).
- મિસાઇલ ડીલ: INVAR એન્ટી-ટેન્ક મિસાઇલ માટે ₹૨૦૯૫ કરોડનો કરાર.
- ડિજિટલ ઈન્ડિયા: પંજાબ 'ભારત નેટ' લાગુ કરનાર પ્રથમ રાજ્ય.
- જનજાતિય ગૌરવ દિન: ૧૫ નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની જયંતી ઉજવાઈ.

0 Comments