📣 GSSSB ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા ગુજરાતી સ્ટેનોગ્રાફર ભરતી
📍 મુખ્ય જાહેરાત વિગત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ હેઠળ જાહેરાત બહાર પાડવામાં આવેલ છે.
- પોસ્ટનું નામ: ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૨, વર્ગ-૩
- વિભાગ: ગુજરાત મેરીટાઇમ બોર્ડ (બંદરો અને વાહન વ્યવહાર વિભાગ હસ્તક)
- કુલ જગ્યા: ૦૧ (માત્ર દિવ્યાંગો માટે)
📋 GSSSB Stenographer Bharti 2025 – મુખ્ય વિગતો
| સંસ્થાનું નામ | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
|---|---|
| જાહેરાત ક્રમાંક | ૩૬૫/૨૦૨૫૨૬ |
| પોસ્ટનું નામ | ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૨ (વર્ગ-3) |
| કુલ જગ્યા | ૦૧ (માત્ર દિવ્યાંગો માટે) |
| પગાર ધોરણ (ફિક્સ) | ₹40,800/- (Level-5 મુજબ) |
| અરજીનો પ્રકાર | ઓનલાઈન (OJAS દ્વારા) |
⏰ અગત્યની તારીખો (Important Dates)
| ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ | ૧૬/૧૦/૨૦૨૫ (૧૪:૦૦ કલાક) |
|---|---|
| ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | ૩૦/૧૦/૨૦૨૫ (૨૩:૫૯ કલાક) |
| ઓનલાઈન ફી ભરવા માટેની છેલ્લી તારીખ | ૦૨/૧૧/૨૦૨૫ (૨૩:૫૯ કલાક) |
✅ શૈક્ષણિક લાયકાત
- માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ (સ્નાતક) ની ડિગ્રી.
- ગુજરાતી સ્ટેનોગ્રાફીનું જ્ઞાન હોવું જરૂરી.
- સરકારી નિયમો મુજબ કોમ્પ્યુટરનું જ્ઞાન (CCC અથવા સમકક્ષ) હોવું જરૂરી.
🛑 વય મર્યાદા અને વિશેષ નોંધ
- વય મર્યાદા: ૨૦ થી ૩૩ વર્ષ. (ઉંમરમાં છૂટછાટ સરકારી નિયમો મુજબ મળવાપાત્ર થશે.)
- વિશેષ નોંધ: આ ભરતી માત્ર દિવ્યાંગ (Physically Handicapped) ઉમેદવારો માટે જ છે.
💸 અરજી ફી અને રિફંડ
સામાન્ય રીતે GSSSB ભરતી માટે ફી હોય છે, પરંતુ પરીક્ષામાં ખરેખર ઉપસ્થિત રહેલા તમામ ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે.
📁 અરજી કરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ્સ
ઓનલાઈન ફોર્મ ભરતી વખતે નીચે મુજબના દસ્તાવેજો તૈયાર રાખવા:
- પાસપોર્ટ સાઇઝનો ફોટો (સફેદ બેકગ્રાઉન્ડ)
- સહી (Signature)
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (જો લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિફિકેટ (ફક્ત OBC માટે)
- EWS સર્ટિફિકેટ (જો લાગુ પડતું હોય તો)
- લાયકાત મુજબની તમામ માર્કશીટ અને પ્રમાણપત્રો (સ્ટેનોગ્રાફી સહિત)
- મોબાઈલ નંબર અને ઈમેઈલ ID
- OJAS રજીસ્ટ્રેશન નંબર (જો હોય તો)
💻 અરજી કઈ રીતે કરવી? (Step-by-Step)
- સૌ પ્રથમ, ગુજરાત સરકારની OJAS વેબસાઇટ પર જાઓ: https://ojas.gujarat.gov.in/
- Main Menu માં “Apply Online” પર ક્લિક કરો.
- “Select Advertisement by Department” માં GSSSB પસંદ કરો.
- જાહેરાત ક્રમાંક “GSSSB/202526/365 – ગુજરાતી સ્ટેનોગ્રાફર” શોધીને Apply બટન પર ક્લિક કરો.
- જરૂરી વિગતો ભરીને, દસ્તાવેજો અપલોડ કરીને અરજી સબમિટ કરો અને ફી ભરો.
🔗 અગત્યની લિંક્સ
- ભરતી નોટિફિકેશન PDF: Click Here
- ફોર્મ ભરવા માટેની સીધી લિંક: Click Here
- GSSSB Official Website: Click Here
(૧) પરીક્ષા દ્વારા
મંડળ દ્વારા નિયત સમયમર્યાદામાં ઓન-લાઇન મંગેલ અરજીઓની પ્રાથમિક ચકાસણી (એક કરતાં વધુ અરજી કરેલ છે કે કેમ? અને પરીક્ષા ફી ભરેલ છે કે કેમ?) કરીને લાયક ઉમેદવારોની રાજ્ય સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના તા. ૨૬/૧૧/૨૦૧૮ ના જાહેરાતના ક્રમાંક: જીએસ/૨૦૧૮-૩૮/એલપીટી/૧૦૨૦૧૮/જાબ-૩ થી મંજૂર કરવામાં આવેલ પરીક્ષા પદ્ધતિ અનુસાર **(૧) લાયકાતની પરીક્ષા (લઘુલિપિ કસોટી)** અને **(૨) મુખ્ય પરીક્ષા - પ્રશ્નપત્ર-૧ (વર્ણનાત્મક અને હેતુલક્ષી) અને પ્રશ્નપત્ર-૨ કૌશલ્ય કસોટી (લઘુલિપિ અને અનુલંઘન ટાઇપિંગ)** લેવામાં આવશે. જેની વિગતો નીચે મુજબની રહેશે.
ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૨, વર્ગ-૩ની જગ્યા માટેની પરીક્ષા પદ્ધતિ
(૧) લાયકાત પરીક્ષા (લઘુલિપિ કસોટી)
- (ક) પ્રતિ મિનિટ ૬૦ શબ્દોની ઝડપે બે મિનિટના ગુજરાતી પરિચ્છેદનું લઘુલિપિમાં શ્રુતલેખન અને તેનું અનુલંખન પ્રતિ મિનિટ સાત શબ્દોની ઝડપે કરવું (સુવાચ્ય હસ્તાક્ષરમાં, ટાઇપિંગથી નહિ).
- (ખ) આ કસોટીનો હેતુ, આપેલ શાબ્દિક રૂપ માટે લઘુલિપિમાં લખવા માટેની ઉમેદવારની ક્ષમતા ચકાસવાનો છે.
- (ગ) કસોટીનો પ્રકાર, લઘુલિપિમાં ઉમેદવારોના કૌશલ્યની ખાતરી કરવાનો છે. લઘુલિપિમાં જરૂરી કૌશલ્ય ધરાવતા હોય તેવા ઉમેદવારોને, મુખ્ય પરીક્ષામાં પ્રવેશ માટે પાત્ર જાહેર કરવામાં આવશે.
(૨) મુખ્ય પરીક્ષાની યોજના અને તેના વિષય:-
મુખ્ય પરીક્ષા, નીચેના બે પ્રશ્નપત્રોની રહેશે:
પ્રશ્નપત્ર-૧ : ગુજરાતી: ભાષા પ્રભુત્વ અને કમ્પ્યુટરની પાયાની જાણકારી (વર્ણનાત્મક અને હેતુલક્ષી)
પ્રશ્નપત્રનું માળખું: ૧૦૦ ગુણ, સમયગાળો ૨:૦૦ કલાક (૧૨૦ મિનિટ)
| વિષય | પ્રકાર | ગુણ |
|---|---|---|
| નિબંધ | વર્ણનાત્મક | ૧૦ ગુણ |
| સંક્ષિપ્ત લેખન | વર્ણનાત્મક | ૧૦ ગુણ |
| પત્રલેખન (બે પત્રો) | વર્ણનાત્મક | ૨૦ ગુણ |
| ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ભાષાંતર | વર્ણનાત્મક | ૧૦ ગુણ |
| અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર | વર્ણનાત્મક | ૧૦ ગુણ |
| ગુજરાતી વ્યાકરણ | હેતુલક્ષી | ૨૦ ગુણ |
| કમ્પ્યુટર અંગેની પાયાની જાણકારી/ઓપરેશન્સ (ચલાવવા અંગેની જાણકારી) | હેતુલક્ષી | ૨૦ ગુણ |
મુખ્ય પરીક્ષા પ્રશ્નપત્ર-૧: કમ્પ્યુટર અંગેની પાયાની જાણકારી/ઓપરેશન્સ (ચલાવવા અંગેની જાણકારી) નો અભ્યાસક્રમ (ગુણ-૨૦)
મુખ્ય પરીક્ષામાં પ્રશ્નપત્ર-૧ માં કમ્પ્યુટર અંગેની પાયાની જાણકારી/ઓપરેશન્સ (ચલાવવા અંગેની જાણકારી) (ગુણ-૨૦) નો અભ્યાસક્રમ નીચે મુજબનો રહેશે:
| Sr.No. | Topics | Sub Topics |
|---|---|---|
| 1 | Computer Basics |
|
| 2 | Software |
|
| 3 | Working with Internet and e-mails |
|
| 4 | Basics of networking and cyber security |
|
પ્રશ્નપત્ર-૨ : કૌશલ્ય કસોટી (લઘુલિપિ અને અનુલંઘન ટાઇપિંગ) : ૧૦૦ ગુણ
- લઘુલિપિ અને કોમ્પ્યુટર પર અનુલંઘન ટાઇપિંગ
- ૪ મિનિટના એક અવાજ (ઓડિયો) પરિચ્છેદનું શ્રુતલેખન (કુલ ૮ મિનિટ)
- શ્રુતલેખનની ઝડપ: ગુજરાતી લઘુલિપિમાં પ્રતિ મિનિટ ૭૫ શબ્દો
- અનુલંખનના ટાઇપિંગ માટેનો સમય : કુલ ૬૦ મિનિટ
- કૌશલ્ય કસોટીમાં, ઉમેદવારએ લઘુલિપિમાં શ્રુતલેખન લેવાનું રહેશે. તથા કોમ્પ્યુટર એપ્લિકેશન દ્વારા ગુજરાતીમાં અનુલંખન કરવાનું રહેશે. ઉમેદવારોને લઘુલિપિમાં શ્રુતલેખન લેવા માટેનું ટુકડાનું ડિક્ટેશન ઓડિયો પૂરી કરી આપવામાં આવશે.
પાસિંગ ધોરણ અને માર્કિંગ
- (અ) શ્રુતલેખન અને અનુલંખન માટે કુલ **૧૦૦ ગુણ** રાખવામાં આવેલ છે. અને બન્ને ટુકડાનું મૂલ્યાંકન એકસાથે કરવામાં આવશે.
- (બ) પાસિંગ ધોરણ **૫૦ ગુણ** છે. માર્કિંગ પદ્ધતિ નીચે મુજબ રહેશે:
- શ્રુતલેખન અને અનુલંખન માટે ફાળવવામાં આવેલા ગુણમાંથી દરેક ૩ (ત્રણ) ભૂલો માટે એક ગુણ કાપવામાં આવશે.
- (ક) લોગ્નેહન્ડમાં શ્રુતલેખન સ્વીકાર્ય ન હોય તેવા અનુલંખન સ્વીકારવામાં આવશે નહી.
નોંધ: પ્રશ્નપત્ર - ૨ માં લઘુત્તમ ૫૦ ગુણ સુધી આપી શકાશે અને ત્યારબાદ ઝીરો માર્ક્સ આપવામાં આવશે.
(૨) ઉમેદવારો માટે પ્રશ્નપત્ર-૧ માટે લઘુત્તમ લાયકાત ગુણ તથા અન્ય સામાન્ય શરતો
- ઉમેદવારો માટે પ્રશ્નપત્ર-૧ માટે લઘુત્તમ લાયકાત ગુણ **૪૦ ગુણ** અને પ્રશ્નપત્ર-૨ માટે લઘુત્તમ લાયકાત ગુણ **૫૦ ગુણ** નિયત કરવામાં આવેલ છે. અને તે વિગતોને ધ્યાને લઈ ઉમેદવારો બંને પેપરોના કુલ-૨૦૦ ગુણમાંથી મેળવેલ ગુણના આધારે નક્કી થયેલ મેરીટ કમિટી, માન્ય દિવ્યાંગતા, પૂર્વ મુખ્ય ખાતાળી જગ્યાની વિગતો તેમજ મેરીટ સૂચક કમાણીના આધારે જે તે જિલ્લાના લાયક ઉમેદવારોને નિમણૂંક માટે ફાળવવા અંગેની યાદી મંડળ દ્વારા તૈયાર કરી જાહેર કરવામાં આવશે.
- પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવાનો મંડળનો હક અબાધિત રહેશે.
૧૦. પસંદગી યાદી તૈયાર કરવાની પદ્ધતિ:-
દિવ્યાંગતાની કેટેગરી વાઇઝ જગ્યાઓ ધ્યાને લઈ પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે. ઉક્ત જાહેરાત અન્વયે કોઈ પ્રતિક્ષાયાદી રહેશે નહીં. ઉમેદવાર હાજર ન થાય/નિમણૂંક ન સ્વીકારે તેવા કિસ્સામાં ખાલી રહેતી જગ્યાઓ આ ભરતી પ્રસંગ પૂરતી ભરતીમાં ભરતી પસંદગીની ભરવામાં આવશે.
૧૧. સામાન્ય શરતો :
- ૧૧.૧ અનામત વર્ગના ઉમેદવારોને અંગે સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર ગુજરાત સરકાર દ્વારા વખતો વખત નિયત કરેલ ફોર્મમાં મેળવેલ હોવું જોઈએ.
- ૧૧.૨ સામાન્ય વહીવટ વિભાગના તા. ૨૧/૦૨/૨૦૧૪ ના ઠરાવ ક્રમાંક : સીઆર/૧૦૨૦૧૩/૨૪૨.જી૨/ગ.ર થી ઠરાવેલ જોગવાઈ અનુસાર એથ્લેટિક્સ (ટ્રક અને ફિલ્ડ રમતો સહિત), બેડમિન્ટન, બાસ્કેટબોલ, ક્રિકેટ, ફૂટબોલ, હોકી, સ્વિમિંગ, ટેબલ ટેનિસ, વોલીબોલ, ટેનિસ, વેઈટલિફ્ટિંગ, રેસલિંગ, બોક્સિંગ, સાયકલિંગ, જિમ્નેસ્ટિક્સ, જુડો, રાઇફલ શુટિંગ, કબડ્ડી, ખોખો, તીરંદાજી, ઘોડેસવારી, ગોળાફેંક, નૌકાયન, શતરંજ, હેન્ડબોલ ની રમતો-ગેમ્સમાં (૧) રાષ્ટ્રીય અથવા (૨) આંતરરાષ્ટ્રીય અથવા (૩) આંતર યુનિવર્સિટી અથવા (૪) અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં પ્રતિનિધિત્વ કરેલ હોય તેવા ઉમેદવારને પસંદગીમાં અગ્રતા માટે મેળવેલ ગુણ ગુણના ૫ (પાંચ) ટકા ગુણ ઉમેરી અપાવામાં આવશે.
- ૧૧.૩ વિધવા મહિલા ઉમેદવારો માટે પસંદગીમાં અગ્રતા આપવા માટે સામાન્ય વહીવટ વિભાગના તા. ૨૨/૦૫/૨૦૧૭ ના ઠરાવ ક્રમાંક: સીઆર/૧૦૮૨/૨૨૫/ગ.૨ માં નિર્દિષ્ટ પ્રવર્તમાન નિયમો અનુસાર અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં મહિલા ઉમેદવાર વિધવા હોય તો તેઓએ અરજી ફોર્મમાં તે દર્શાવવાનું રહેશે અને અરજીમાં દર્શાવેલ હોય તે જ મહિલા ઉમેદવારને સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવેલ ગુણના ૫ (પાંચ) ટકા ગુણ ઉમેરી અપાશે.
- ૧૧.૪ મંડળ તરફથી આપવામાં આવતી જરૂરી સૂચનાઓ જોવા માટે મંડળની વેબસાઇટ અવારનવાર જોતા રહેવું.

0 Comments