RMC ભરતી 2024: રાજકોટ મહાનગરપાલિકામાં ફિ્લ્ડ એન્જીનીયર (સિવિલ)ની બમ્પર ભરતી
રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation - RMC) દ્વારા સિવિલ એન્જીનીયરિંગ ક્ષેત્રના ઉમેદવારો માટે એક ઉત્તમ તક જાહેર કરવામાં આવી છે. શહેરી વિકાસના કામો માટે 11 માસના કરાર આધારિત કામચલાઉ ધોરણે ફિ્લ્ડ એન્જીનીયર (સિવિલ) ની ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો માટે આ એક સુવર્ણ અવસર છે!
મહત્વની તારીખો અને હાઇલાઇટ્સ
- પોસ્ટનું નામ: ફિ્લ્ડ એન્જીનીયર (સિવિલ)
- કુલ જગ્યાઓ: 35 (ચોક્કસ! બમ્પર ભરતી)
- પગાર: ₹ 40000/- (માસિક ફિક્સ પગાર)
- ઓનલાઈન અરજી શરૂ: 11/10/2025 (17:00 કલાક)
- ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ: 14/10/2025 (23:59 કલાક)
RMC ફિ્લ્ડ એન્જીનીયર (સિવિલ) માટેની મુખ્ય વિગતો
| ક્રમ | વિગત | માહિતી |
|---|---|---|
| 1 | જગ્યાનું નામ | ફિ્લ્ડ એન્જીનીયર (સિવિલ) |
| 2 | જગ્યાઓ | 35 |
| 3 | લાયકાત (વિકલ્પ-1) | B.Tech/B.E. (સિવિલ) + ન્યૂનતમ 3 વર્ષનો અનુભવ |
| 4 | લાયકાત (વિકલ્પ-2) | ડિપ્લોમા (સિવિલ) + ન્યૂનતમ ૫ વર્ષનો અનુભવ |
| 5 | વયમર્યાદા | 21 વર્ષથી ઓછી નહિ અને 40 વર્ષથી વધુ નહિ |
| 6 | નિમણૂકનો પ્રકાર | 11 માસના કરાર આધારિત |
અરજી કેવી રીતે કરવી? (Application Process)
- ઉમેદવારે રાજકોટ મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઇટ www.rmc.gov.in પર જવું.
- તમામ વિગતો ભરીને ઓનલાઈન અરજી ફોર્મ 14/10/2024 (23.59 કલાક) સુધીમાં સબમિટ કરવું.
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે ઓનલાઈન અરજીની પ્રિન્ટઆઉટ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, આધાર/લાયકાત સંબંધિત તમામ પ્રમાણપત્રોની નકલ અને અસલ પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે.
- ફિક્સ પગાર સિવાય અન્ય કોઈ ભથ્થાં મળવાપાત્ર થશે નહીં.
નોંધ લેવા જેવી બાબતો:
- ભરતી અંગેનો આખરી નિર્ણય કમિશનરશ્રી, રાજકોટ મહાનગરપાલિકાનો રહેશે.
- 11 માસના કરાર બાદ આપોઆપ થયેલા ગણાશે અને નિયમિત નિમણૂક પામનારને કાયમી થવાનો કોઈ હકક પ્રસ્થાપિત થશે નહીં.
- ફક્ત નિયત લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોએ જ અરજી કરવી.
જો તમે સિવિલ એન્જીનીયરિંગમાં કારકિર્દી બનાવવા માંગો છો અને રાજકોટમાં નોકરી શોધી રહ્યા છો, તો આ તક ચૂકશો નહીં!
અહીંથી ઓનલાઈન અરજી કરો ➡️ (RMC Official Website)
0 Comments