Header Ads Widget

R.J. તિબ્રેવાલ કોમર્સ કોલેજ અમદાવાદ દ્વારા જુનિયર ક્લાર્કની ભરતી 2025

R.J. તિબ્રેવાલ કોમર્સ કોલેજ - ભરતી

R.J. તિબ્રેવાલ કોમર્સ કોલેજ, અમદાવાદ દ્વારા ભરતી

:: પોસ્ટ ::

  • જુનિયર ક્લાર્ક
  • કોમ્પ્યુટર પ્રોગ્રામર

⏳ મહત્વની તારીખો

જાહેરાત તા.: 06/11/2025

અરજી છેલ્લી તા.: જાહેરાતના 15 દિવસમાં

👉 વેબ સાઇટ માટે : અહીં ક્લિક કરો

https://rjtljinstitutes.org/

નોકરીની જાહેરાત

આર. જે. તિબ્રેવાલ કોમર્સ કોલેજ

લોક જાગૃતિ કેન્દ્ર (ટ્રસ્ટ), વસ્ત્રાપુર, અમદાવાદ

જાહેરાત છે

લોક જાગૃતિ કેન્દ્ર ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સંચાલિત આર. જે. તિબ્રેવાલ કોમર્સ કોલેજ, અમદાવાદ ને ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી, ગાંધીનગર ના પત્ર ક્રમાંક: કવટ/isc૩/વર્ગ-૩/NOC/૨૦૩૯૮-૪૦૦ તા. ૨૦-૦૯-૨૦૨૫ થી નીચેની **વર્ગ-૩ ની જગ્યા ભરવા માટે એનઓસી મળી ગયેલ છે.** નીચે જણાવેલ ખાલી જગ્યાની ભરતી કરવા માટે નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવે છે. જગ્યાની ભરતી સંબંધિત જરૂરી વિગતો કોલેજની વેબસાઈટ https://rjtiinstitutes.org પર મુકેલ છે.

જગ્યાનું નામ/કુલ ખાલી જગ્યા કેટેગરી શૈક્ષણિક લાયકાત પગાર વય મર્યાદા
૦૧ **જુનિયર ક્લાર્ક**
(કુલ જગ્યા: ૦૨)
OPEN-૧, SEBC-૧ સામાન્ય વહીવટ વિભાગ, નાણા વિભાગ અને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રવર્તમાન નિયમો અનુસાર કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતકની લાયકાત ધરાવતા અને રાજ્ય સરકારની સંસ્થાની **કોમ્પ્યુટર પરીક્ષા પાસ.** પાંચ વર્ષ માટે **ફિક્સ પગાર** સરકારશ્રીના પ્રવર્તમાન ધારાધોરણ મુજબ રાજ્ય સરકારશ્રી અને ગૌણ સેવા પસંદગી મંડળના પ્રવર્તમાન નિયમોનુસાર ૨૦ થી ૩૫ વર્ષ અને અનામત કક્ષાના ઉમેદવારોને નિયમોનુસાર વયમર્યાદામાં છુટછાટ મળવાપાત્ર.
૦૨ **કોમ્પ્યુટર પ્રોગ્રામર**
(કુલ જગ્યા: ૦૧)
OPEN માન્ય યુનિવર્સિટીમાં પ્રથમ વર્ગ મેળવેલ કોમ્પ્યુટર સાયન્સ/કોમ્પ્યુટર એન્જીનીયરીંગ/ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં અનુસ્નાતક અથવા **એમ.સી.એ/એમ.એસ.સી. (આઇ.ટી.)** અથવા સરકારશ્રીના પ્રવર્તમાન ધારાધોરણ મુજબ પ્રવર્તમાન ધારાધોરણ મુજબ નિયમોનુસાર
અરજીની વિગતો
SEBC ઉમેદવારી અને ભરતીના નિયમો
SEBC ની જગ્યા માટે ઉમેદવારી નોંધાવા માટે **SEBC (નોન ક્રીમીલેયર) નું તાજેતરનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર** રજુ કરવાનું રહેશે. સદર જગ્યાઓ સરકારી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, સામાન્ય વહિવટ વિભાગ તથા નાણા વિભાગના વખતોવખતના **તે સંવર્ગના નિયમો અને લાયકાત**ના ધોરણ મુજબ ભરતી કરવામાં આવશે.
નિમણૂક અને પગાર
નિમણૂક પામનાર ઉમેદવારને રાજ્ય સરકારશ્રીના ધારાધોરણ મુજબ **પાંચ વર્ષ માટે ફિક્સ પગાર** મળવાપાત્ર રહેશે અને અન્ય કોઈ ભથ્થા કે લાભો મળવા પાત્ર નથી. ત્યારબાદ સામેલ થર્યા પછી નિયમોનુસાર પગાર ધોરણ લાગુ પડશે.
કરાર અને NOC શરતો
વિદ્યાર્થી સંઘ અથવ કોઈ કારણોસર સદર રદ થાય તો **ફાજલનું રક્ષણ** મળવાપાત્ર નથી. નિમણૂંક પામનાર ઉમેદવારને ઉપર દર્શાવ્યા મુજબ તા. **૨૦/૦૯/૨૦૨૬ થી મળેલી NOC** માં દર્શાવેલ તમામ શરતો બંધનકર્તા રહેશે.
અરજી અને સમય મર્યાદા
અધૂરી, અસ્પષ્ટ વિગતવાળી અને પ્રમાણપત્રોની નકલ વગરની અરજી તેમજ નિયત સમય મર્યાદા બાદ આવેલ અરજીઓ **આપોઆપ રદ ગણાશે**. ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન-૧૫ માં **સ્પીડ પોસ્ટ દ્વારા** અરજી મોકલવાની રહેશે.
અરજી સાથે સામેલ કરવાના દસ્તાવેજો
અરજી સાથે પોતાના સરનામાવાળું **9x4 નું ખાલી કવર** રૂ. ૫૦/- ની ટપાલ ટીકીટ લગાવીને મોકલવાનું રહેશે. ટપાલ કવર ઉપર અરજી કરેલ હોય તે **જગ્યાનું નામ અને કેટેગરી સ્પષ્ટ લખવાની** રહેશે.
પરીક્ષા ફી (નોન-રીફંડેબલ)
અરજી કરનાર અનામત કક્ષામાં આવતા ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે **રૂ. ૪૦૦/-** અને બિન અનામત કક્ષાના ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે **રૂ. ૫૦૦/-** નો **"LOK JAGRUTI KENDRA"** ના નામનો નોન-રીફંડેબલ ડિમાન્ડ ડ્રાફ્ટ અવશ્ય સામેલ રાખીને નીચેના સરનામે મોકલી આપવી.
વધુ અરજી અને ફોર્મ
એક કરતાં વધુ જગ્યા માટે ઉમેદવારી કરતાં અરજદારે **અલગ અરજી** કરવાની રહેશે. ઉમેદવારે કોલેજની વેબસાઇટ ઉપરથી નિયત નમૂનાનું અરજી ફોર્મ ડાઉનલોડ કરી તે નિયત ફોર્મમાં જ અરજી કરવાની રહેશે.
અરજી મોકલવાનું સરનામું
મેનેજીંગ ટ્રસ્ટી શ્રી, **લોક જાગૃતિ કેન્દ્ર (ટ્રસ્ટ),**
નવા આઈ. એફ. એમ. પાછળ, વસ્ત્રાપુર, અમદાવાદ, ગુજરાત, પિનકોડ - **૩૮૦૦૧૫**
**તારીખ : ૦૬-૧૧-૨૦૨૫**
સ્થળ : અમદાવાદ

Post a Comment

0 Comments