Header Ads Widget

જુનિયર ક્લાર્ક - ૧ (દિવ્યાંગ વ્યક્તિઓની ખાસ ભરતી) (ઓપન કેટેગરી) 2026

 

જુનિયર ક્લાર્ક - ૧ (દિવ્યાંગ વ્યક્તિઓની ખાસ ભરતી) (ઓપન કેટેગરી)



બીલીમોરા વિભાગ કેળવણી મંડળ, બીલીમોરા સંચાલિત એ.વી. પટેલ કોમર્સ કોલેજ, બીલીમોરા તા. ગણદેવી, જી. નવસારી ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાને ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગરના પત્ર ક્રમાંક: કવટ/isc3/NOC/મુ.વધારો/૯૨૭૩ તા. ૨૭/૦૭/૨૦૨૬ ના રોજ મળેલ (દિવ્યાંગ વ્યક્તિઓની ખાસ ભરતી) NOC મળેલ છે. ભરતી અંગે નિયત લાયકાત, ઉંમર અને અન્ય બાબતોની વિગતવાર માહિતી મંડળની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

સત્તાવાર વેબસાઇટ: www.bvkmandal.org

જગ્યાની વિગતો:

ક્રમ જગ્યાનું નામ કુલ ખાલી જગ્યા કેટેગરી લાયકાત પગાર ધોરણ વય મર્યાદા
૧. જુનિયર ક્લાર્ક ૧ દિવ્યાંગજનોની ખાસ ભરતી અંતર્ગત ફાળવેલી બેન્ચમાર્ક ડિસેબિલિટીની કેટેગરી "સામાન્ય દિવ્યાંગ ઉમેદવારો" (PH-GENERAL)
(પ્રથમ પસંદગી A કેટેગરીને આપવામાં આવશે.)
સરકારશ્રીના ધારા ધોરણ મુજબ જે તે વિદ્યાશાખામાં સ્નાતક ડિગ્રી અને ગુજરાત રાજ્ય સરકારશ્રીની માન્ય સંસ્થાની કોમ્પ્યુટરની પરીક્ષા પાસ. ₹ ૨૬,૦૦૦/-
(પાંચ વર્ષ માટે ફિક્સ પગાર)
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નિયમો મુજબ

મહત્વની શરતો અને અરજી કરવાની રીત:

  • NOC માં દર્શાવેલ તમામ શરતો નિમણૂંક પામનાર ઉમેદવારને બંધનકર્તા રહેશે.
  • અધુરી, અસ્પષ્ટ વિગતોવાળી અને પ્રમાણપત્રોની નકલ વગરની અરજી તેમજ નિયત સમય મર્યાદા બાદ આવેલ અરજીઓ આપોઆપ રદ ગણાશે.
  • ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન-૧૫ માં નિયત નમુનામાં રજીસ્ટર પોસ્ટ એ.ડી. દ્વારા અરજી મોકલવાની રહેશે.
  • અરજી સાથે પોતાના સરનામાવાળા ૯ × ૪ નું કવર રૂપિયા ૪૦/- ની ટીકીટ ચોટાડી સાથે જોડવું.
  • ઉપરાંત ₹ ૧૦૦૦/- નો ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) 'બીલીમોરા વિભાગ કેળવણી મંડળ, બીલીમોરા' ના નામનો અવશ્ય મોકલવાનો રહેશે.

અરજી મોકલવાનું સરનામું:
બીલીમોરા વિભાગ કેળવણી મંડળ,
બીલીમોરા કોલેજ કેમ્પસ, મોરારજી દેસાઈ માર્ગ,
બીલીમોરા, તા. ગણદેવી, જી. નવસારી - ૩૯૬૩૨૧

માહિતી/નવસારી/૩૨૩/૨૦૨૬
સહી/-
મંત્રીશ્રી/ચેરમેન-સ્ટેન્ડિંગ કમિટી
બીલીમોરા વિભાગ કેળવણી મંડળ, બીલીમોરા

Post a Comment

0 Comments