પોપટલાલ ધનજીભાઈ માલવિયા કોલેજ ઓફ કોમર્સ - રાજકોટ ભરતી જાહેરાત (વર્ગ-3)
સાંસ્કૃતિક શિક્ષણ સમાજ સંચાલિત પોપટલાલ ધનજીભાઈ માલવિયા કોલેજ ઓફ કોમર્સ, રાજકોટ (૩૬૦ ૦૦૪) ને ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી ગાંધીનગર દ્વારા બિન શૈક્ષણિક વર્ગ-૩ ની જગ્યાઓ ભરવા માટે એન.ઓ.સી. (NOC) મળેલ છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવે છે.
| ક્રમ | જગ્યાનું નામ | કુલ જગ્યા | કેટેગરી | લાયકાત | પગાર ધોરણ | વય મર્યાદા |
|---|---|---|---|---|---|---|
| ૧ | જુનિયર ક્લાર્ક | ૧ | OPEN | સરકારશ્રીના ધારાધોરણો મુજબ જે તે વિદ્યાશાખામાં સ્નાતક ડીગ્રી, ગુજરાત સરકારની માન્ય સંસ્થાની કોમ્પ્યુટર પરીક્ષા પાસ. | ૫ વર્ષ માટે ફિક્સ પગાર (ગુજરાત સરકારશ્રીના ધારાધોરણો અનુસાર) | ૨૦ થી ૩૫ વર્ષ (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નિયમો મુજબ) |
| ૨ | કોમ્પ્યુટર પ્રોગ્રામર | ૧ | દિવ્યાંગજન ડીસેબીલીટી કેટેગરી-A | સરકારશ્રીના ધારાધોરણો મુજબ માન્ય યુનિવર્સિટીના કોમ્પ્યુટર એન્જીનીયરીંગ, કોમ્પ્યુટર સાયન્સ અથવા ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં સ્નાતક ડિગ્રી અથવા એમ.સી.એ. / એમ.એસ.સી. (આઇ.ટી.) | ૫ વર્ષ માટે ફિક્સ પગાર (ગુજરાત સરકારશ્રીના ધારાધોરણો અનુસાર) | ૨૦ થી ૩૫ વર્ષ (નિયમાનુસાર દિવ્યાંગો માટે છૂટછાટ મળવાપાત્ર) |
મહત્વની શરતો અને અરજી કરવાની રીત:
- અરજી ફોર્મ કોલેજની સત્તાવાર વેબસાઈટ www.pdmcc.org પરથી નિયત નમૂનામાં મેળવી શકાશે. નિયત નમૂનામાં જ અરજી કરવાની રહેશે.
- ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન-૧૫ માં રજીસ્ટર્ડ સ્પીડ પોસ્ટ દ્વારા અરજી મોકલવાની રહેશે.
- અરજી સાથે તમામ શૈક્ષણિક તેમજ અન્ય લાયકાતોની સ્વ-પ્રમાણિત (Self-Attested) નકલ જોડવાની રહેશે.
- અરજી સાથે પોતાના સરનામાવાળા ૯x૪ નું કવર ₹૪૦/- ની ટીકીટ ચોટાડી મોકલવાનું રહેશે.
- અધૂરી, અસ્પષ્ટ વિગતોવાળી કે પ્રમાણપત્રોની નકલ વગરની તેમજ નિયત સમયમર્યાદા બાદ આવેલ અરજી આપોઆપ રદ ગણાશે.
- વિદ્યાર્થીઓની સંખ્યા ઘટે અથવા કોઈ કારણસર સદર જગ્યા રદ થાય તો ફાજલનું રક્ષણ મળવાપાત્ર નથી.
અરજી મોકલવાનું સરનામું:
આચાર્યશ્રી,
પોપટલાલ ધનજીભાઈ માલવિયા કોલેજ ઓફ કોમર્સ,
ગોંડલ રોડ, રાજકોટ - ૩૬૦ ૦૦૪, તા.જી. રાજકોટ
આચાર્યશ્રી,
પોપટલાલ ધનજીભાઈ માલવિયા કોલેજ ઓફ કોમર્સ,
ગોંડલ રોડ, રાજકોટ - ૩૬૦ ૦૦૪, તા.જી. રાજકોટ
તારીખ: ૨૩/૦૯/૨૦૨૬ | સ્થળ: રાજકોટ

0 Comments