દામનગર નગરપાલિકા (જિ. અમરેલી) ભરતી જાહેરાત
સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત ગાંધીનગર અન્વયે દામનગર નગરપાલિકા કચેરીમાં ૧૧ માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે નીચે દર્શાવેલ જગ્યા ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
📌 જગ્યાની વિગત
| જગ્યાનું નામ | સંખ્યા | શૈક્ષણિક લાયકાત | અનુભવ | માસિક ફિક્સ પગાર |
|---|---|---|---|---|
| સિટી મેનેજર (UWM) | ૦૧ (૧) | B.E. / B.Tech (Civil / Environment / Mechanical / Water Resource) | ૧ વર્ષ (ડિગ્રી મેળવ્યા બાદનો) | ₹ 30,000/- |
📌 વયમર્યાદા
- ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ૩૫ વર્ષ સુધીની હોવી જોઈએ.
📌 અરજી કરવાની પદ્ધતિ અને મહત્વની શરતો
- લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની અરજી, બાયોડેટા, શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે મોકલવાની રહેશે.
- અરજી ફક્ત રજી. એ.ડી. (RPAD) / સ્પીડ પોસ્ટ મારફત સીલબંધ કવરમાં મોકલવાની રહેશે.
- કવર ઉપર 'સિટી મેનેજર (UWM) ની જગ્યા માટેની અરજી' એમ સ્પષ્ટ દર્શાવવું.
- અરજી મોકલવાની છેલ્લી તારીખ: જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન-૧૦ ની અંદર.
- મુદ્દત બાદ આવેલી તેમજ અધૂરી કે અસ્પષ્ટ આધારવાળી અરજી ધ્યાને લેવામાં આવશે નહિ.
અરજી મોકલવાનું સરનામું:
ચીફ ઓફિસરશ્રીની કચેરી,
દામનગર નગરપાલિકા, દામનગર,
જિલ્લો: અમરેલી (ગુજરાત).
ચીફ ઓફિસરશ્રીની કચેરી,
દામનગર નગરપાલિકા, દામનગર,
જિલ્લો: અમરેલી (ગુજરાત).

0 Comments