GSRTC અમદાવાદ વિભાગ અને મધ્યસ્થ કચેરી રાણીપ એપ્રેન્ટીસ ભરતી ૨૦૨૬
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ના અમદાવાદ વિભાગ અને મધ્યસ્થ કચેરી રાણીપ ખાતે એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ ના પ્રવર્તમાન નિયમાનુસાર વિવિધ ટ્રેડ માટે એપ્રેન્ટીસ તાલીમાર્થીઓની ભરતી જાહેર કરવામાં આવી છે.
મહત્વપૂર્ણ વિગતો (Job Details)
| સંસ્થાનું નામ | ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) |
|---|---|
| વિભાગ / કચેરી | અમદાવાદ વિભાગીય કચેરી અને મધ્યસ્થ કચેરી રાણીપ |
| ભરતીનો પ્રકાર | એપ્રેન્ટીસ તાલીમાર્થી (Apprenticeship Training) |
| અરજી પદ્ધતિ | ઓનલાઇન રજીસ્ટ્રેશન + રૂબરૂ ફોર્મ જમા કરાવવું |
| ઓફિશિયલ વેબસાઇટ | www.apprenticeship.gov.in |
| સંપર્ક ઇમેઇલ | adm-ahmedabad@gsrtc.org |
શૈક્ષણિક લાયકાત અને માન્ય ટ્રેડ
- ITI પાસ / ધોરણ ૧૨ પાસ: કોમ્પ્યુટર ઓપરેટર સમકક્ષ ધોરણ-૧૨ પાસ આઈ.ટી.આઈ. અને ૧૨ પાસ ફ્રેશર ઉમેદવાર (તાલીમાર્થી).
- ITI ટ્રેડ્સ (ધોરણ ૧૦ પાસ): ડીઝલ મીકેનીક, એમ.એમ.વી., વાયરમેન, ઈલેક્ટ્રીશીયન, વેલ્ડર, ફીટર, બોડી ફીટર, પેઇન્ટર, પંપ ઓપરેટર, પ્લમ્બર, કારપેન્ટર, ડ્રાફ્ટમેન, સેનેટરી ઇન્સ્પેક્ટર.
- ગ્રેજ્યુએટ / ડીપ્લોમા: ગ્રેજ્યુએટ ટેકનીકલ તાલીમાર્થી, સોફ્ટવેર એન્જીનિયર, હાર્ડવેર નેટવર્કિંગ એન્જીનિયર, ડીપ્લોમા ગ્રેજ્યુએટ, ઈલેક્ટ્રીક એન્જીનિયર, સીવીલ એન્જીનિયર વગેરે.
મહત્વપૂર્ણ તારીખો અને સમય
અરજી પત્રક મેળવવા અને જમા કરાવવાની તારીખ: ૧૨/૦૯/૨૦૨૬ થી ૩૦/૦૯/૨૦૨૬ સુધી
સમય: સવારે ૧૧:૦૦ કલાકથી બપોરે ૧૪:૦૦ (૨:૦૦) કલાક સુધી (ફરજના સમય દરમિયાન, જાહેર રજાના દિવસો સિવાય)
અરજી કરવાની પ્રક્રિયા
- ઉમેદવારોએ સૌપ્રથમ www.apprenticeship.gov.in વેબસાઇટ પર જઈ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
- ત્યારબાદ તે ઓનલાઇન રજીસ્ટ્રેશનની હાર્ડકોપી સાથે રાખવી.
- એસ.ટી. વિભાગીય કચેરી ગીતામંદિર અમદાવાદ વહીવટી શાખા ખાતેથી નિયત તારીખ અને સમય દરમિયાન રૂબરૂમાં અરજી પત્રક મેળવી લેવું.
- અરજી પત્રક પૂર્ણ ભરીને શૈક્ષણિક લાયકાતના તમામ જરૂરી પુરાવાની પ્રમાણિત નકલો સાથે નિયત સમયમર્યાદામાં રૂબરૂ જમા કરાવવાનું રહેશે.
તાલીમનું સ્થળ અને સરનામું
તાલીમનું સ્થળ: એસ.ટી. વિભાગીય કચેરી - વર્કશોપ અને તમામ ડેપો તથા મધ્યસ્થ કચેરી રાણીપ અમદાવાદ.
કચેરીનું સરનામું: અમદાવાદ વિભાગીય કચેરી, પહેલો માળ બ્લોક - ડી હબ ટાઉન બસ પોર્ટ ટર્મિનલ ૧, સેન્ટ્રલ બસ સ્ટેશન, ગીતામંદિર, અમદાવાદ - ૩૮૦૦૨૨.
વિભાગીય નિયામક
એસ.ટી. અમદાવાદ
(ક્રમાંક/સંમાનિ/અમદ/૮૪૫/૨૦૨૬)

0 Comments