Header Ads Widget

બોટાદ જિલ્લા પંચાયત ICDS આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી ૨૦૨૬

 

બોટાદ જિલ્લા પંચાયત ICDS આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી ૨૦૨૬


ભારત સરકારશ્રીની કેન્દ્ર પુરસ્કૃત સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) અંતર્ગત આઈ.સી.ડી.એસ શાખા, જિલ્લા પંચાયત બોટાદ દ્વારા કાર્યરત બોટાદ જિલ્લાના વિવિધ ઘટકોના આંગણવાડી કેન્દ્રોમાં માનદસેવા આપવા માટે આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.

મહત્વપૂર્ણ વિગતો

સંસ્થાનું નામ આઈ.સી.ડી.એસ શાખા, જિલ્લા પંચાયત, બોટાદ
પોસ્ટનું નામ આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર
કુલ ખાલી જગ્યાઓ ૬૩ જગ્યાઓ (કાર્યકર: ૩૦ | તેડાગર: ૩૩)
અરજીનો પ્રકાર ઓનલાઇન (Online)
સત્તાવાર વેબસાઇટ https://e-hrms.gujarat.gov.in

જગ્યા, શૈક્ષણિક લાયકાત અને માનદવેતન

જગ્યાનું નામ જગ્યાની સંખ્યા શૈક્ષણિક લાયકાત માસિક માનદવેતન
આંગણવાડી કાર્યકર ૩૦ ધોરણ ૧૨ પાસ (વધુ લાયકાત ધરાવતી મહિલા પણ અરજી કરી શકે છે) રૂ. ૧૦,૦૦૦/-
આંગણવાડી તેડાગર ૩૩ ધોરણ ૧૦ પાસ (વધુ લાયકાત ધરાવતી મહિલા પણ અરજી કરી શકે છે) રૂ. ૫,૫૦૦/-

વય મર્યાદા

  • અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષ પૂર્ણ હોવી જોઈએ અને ૩૩ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • અગ્રતા ધોરણે કાર્યકર તરીકે માનદ સેવા માટે અરજી કરનાર તેડાગરની ઉંમર છેલ્લી તારીખે ૪૩ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • અરજી કરવાની છેલ્લી તારીખને કટ-ઓફ ડેટ ગણવામાં આવશે.

મહત્વપૂર્ણ તારીખો

ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ: ૨૧/૦૯/૨૦૨૬

ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: ૧૪/૧૦/૨૦૨૬ (રાત્રે ૧૨:૦૦ કલાક સુધી)

મહત્વની શરતો અને સૂચનાઓ

  • માનદ સેવા આપવા ઈચ્છુક મહિલા જે તે આંગણવાડી કેન્દ્રના મહેસુલી ગામના વિસ્તારની સ્થાનિક રહેવાસી હોવી જોઈએ.
  • સ્થાનિક રહેવાસી અંગે મામલતદારશ્રી દ્વારા ઈશ્યુ કરેલ જન સેવા કેન્દ્રનું નિયત નમૂનાનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે.
  • શૈક્ષણિક લાયકાત અને પ્રાપ્ત ગુણના ભારાંક મુજબ ઓનલાઇન મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે.
  • વેબસાઇટ પર દર્શાવેલ સૂચનાઓ અને નિયમો વાંચીને અંગ્રેજીમાં ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.
  • અપલોડ કરવાના તમામ ડોક્યુમેન્ટ સુવાચ્ય અને નિયત નમૂના અનુસાર હોવા આવશ્યક છે.
  • વધુ માહિતી માટે બોટાદ જિલ્લાના સંબંધિત તાલુકાના બાળ વિકાસ યોજના અધિકારી (CDPO) કચેરીનો સંપર્ક કરવો.

જિલ્લા વિકાસ અધિકારી
જિલ્લા પંચાયત, બોટાદ

(જાહેરાત પત્ર ક્રમાંક: DPBTD/0139/09/2026)

Post a Comment

0 Comments