Header Ads Widget

ધો.૬ થી ૮ ના શિક્ષકની ૩,૬૫૪ જગ્યા માટે ૨૯મીએ સ્થળ પસંદગી કરાશે 2025

શિક્ષક ભરતીની જાહેરાત

જિલ્લા પસંદગી પૂર્ણ થયા બાદ હવે સ્થળ પસંદગી, નિમણૂક હુકમની કાર્યવાહી

ધો.૬ થી ૮ ના શિક્ષકની ૩,૬૫૪ જગ્યા માટે ૨૯મીએ સ્થળ પસંદગી કરાશે

@mybhartigujarat

નિયત સમયે ઉપસ્થિત ન રહેનાર ઉમેદવારને નિમણૂક હુકમ નહીં આપવાની જાહેરાત

રાજ્યની પ્રાથમિક શાખાઓમાં ધોરણ-૬થી ૮માં શિક્ષકોની ૩,૬૫૪ જેટલી જગ્યા માટે આગામી તા.૨૯મી ઓક્ટોબરના રોજ ઉમેદવારો સ્થળ પસંદગી કરશે. જિલ્લા પસંદગી પૂર્ણ થયા બાદ હવે સ્થળ પસંદગી અને નિમણૂક હુકમની કાર્યવાહી હાથ ધરાશે. નિયત સમયે ઉપસ્થિત ન રહેનાર ઉમેદવારને એ પછી નિમણૂક હુકમ નહીં આપવાની ભરતી સમિતિ દ્વારા તાકીદ કરવામાં આવી છે.

રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ-૬થી ૮માં વિદ્યાસહાયક ભરતી માટે ૧ નવેમ્બર, ૨૦૨૪ના રોજ જાહેરાત આપવામાં આવી હતી. આ જાહેરાત મુજબ, ચાર ભાષાઓમાં ગુજરાતીની ૩૯૩, હિન્દીની ૩૯૩, અંગ્રેજીની ૩૯૩ અને સંસ્કૃતની શિક્ષકની ૩૯૩ જગ્યા જાહેર કરવામાં આવી હતી.

એ સિવાય સામાજિક વિજ્ઞાન વિષયની ૨,૦૮૨ જેટલી જગ્યા જાહેર કરાઈ હતી. જે તે વિષયના ઉમેદવારોની મેરિટના આધારે તા.૧૦ ઓક્ટોબર અને ૧૧ ઓક્ટોબરના રોજ જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવ્યા હતા, જેમાં બિન અનામત કેટેગરીમાં ૬૪.૯૭ મેરિટ અટક્યું હતું, જ્યારે અનામત કેટેગરીમાં છેલ્લું મેરિટ ૫૪.૮૭ અટક્યું હતું. જ્યારે સામાજિક વિજ્ઞાન માટે ૮ ઓક્ટોબરથી ૯ ઓક્ટોબર દરમિયાન જિલ્લા પસંદગી માટે ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા.

સામાજિક વિજ્ઞાનનું છેલ્લું મેરિટ ૬૬.૪૦ એ અટક્યું હોવાનું જાણવા મળ્યું છે. આમ, જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ સ્થળ પસંદગીની કાર્યવાહી અને નિમણૂક હુકમ ૨૮ ઓક્ટોબરના રોજ યોજવાનું આયોજન કરાયું છે.

પસંદગીના રોજ ઉમેદવારો દ્વારા તથા નગર કક્ષાએ હાજર રહેવાના સ્થળ અંગેની અને વેબસાઇટ પર કરાશે. જે ઉમેદવાર શાખા-સ્થળ પસંદગી અને નિમણૂક માટે ૨૯ ઓક્ટોબરના રોજ ઉપસ્થિત નહીં રહે તેમને ત્યાર પછીના દિવસે શાખા-સ્થળ પસંદગી અને નિમણૂક આપવામાં આવશે નહીં, અને તે ઉમેદવારો પાછળથી નિમણૂક બાબતે કોઈ પણ પ્રકારનો હક દાવો કરી શકશે નહીં એવી તાકીદ પણ કરાઈ છે.

Post a Comment

0 Comments