ગુજરાત સરકાર
અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ
પરિપત્ર ક્રમાંક : FCSCAD/MIS/E-File/5/2025/1318/C (PDS) Section
સરદાર ભવન, પાંચમો માળ
સચિવાલય, ગાંધીનગર.
વંચાણે લીધા:
- અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગનો તા.ર૮/૦૯/૧૯૯૬નો પત્ર ક્રમાંક : સડેસ-૧૦૯૬-૪૨૨૨-ક.
- ભારત સરકારના અન્ન અને જાહેર વિતરણ મંત્રાલયનો તા.ર૦/૦૩/ર૦૧૫નો Targeted Public Distribution System(Control) Order, 2015.
- ગુજરાત માહિતી આયોગનો તા.૦૫/૦૮/૨૦૧૫નો હુકમ.
અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગના વંચાણે લીધેલ ક્રમ-(૧) પરના તા.ર૮/૦૯/૧૯૯૬ના પત્રથી રેશનકાર્ડનો ઉપયોગ ફક્ત આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે ગેસ, કેરોસીન તથા વાજબી ભાવની દુકાનેથી રાશન મેળવવા માટે જ કરવા સંબધિત સુચનાઓ આપવામાં આવેલ છે. ભારત સરકારના અન્ન અને જાહેર વિતરણ મંત્રાલયના વંચાણે લીધેલ ક્રમ-(ર) પરના તા.ર૦/૦૩/ર૦૧૫ના Targeted Public Distribution System (Control) Order, 2015 ની કંડિકા નં.૪(જ)માં રેશનકાર્ડ સંબધિત જોગવાઇઓ/સુચનાઓ સમાવિષ્ટ છે. જેમાં કંડિકા નં. - ૪(જ)થી “Ration Card Shall not be used as a document of identity or proof of residence” મુજબની જોગવાઇ કરવામાં આવેલ છે. ગુજરાત માહિતી આયોગના વંચાણે લીધેલ ક્રમ-(૩) પરના તા.૦૫/૦૮/ર૦૧૫ના હુકમ અન્વયે રેશનકાર્ડના ઉપયોગ સંબધિત પ્રશ્નનું સ્પષ્ટતા કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. કાળજીપૂર્વકની વિચારણાના અંતે રેશનકાર્ડના ઉપયોગ સંબધિત નીચે મુજબની સુચના પરિપત્રિત કરવામાં આવે છે.
પરિપત્ર:
રેશનકાર્ડનો ઉપયોગ ફક્ત ગેસ તથા વાજબી ભાવની દુકાનેથી રાશન મેળવવા માટે જ કરવાનો છે. રેશનકાર્ડને ઓળખાણના દસ્તાવેજ કે રહેઠાણના પુરાવા તરીકે ઉપયોગ કરી શકાશે નહી.
આ પરિપત્ર વિભાગની સરખા ક્રમાંકની ફાઈલ પર સરકારશ્રી દ્વારા તા.ર૪/૦૮/૨૦૨૫ના રોજથી મંજૂરીત અન્વયે પ્રસિદ્ધ કરવામાં આવે છે.
ગુજરાતના રાજયપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
(અમિત સંગાડા)
ઉપ સચિવ
અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ
પ્રતિ,

0 Comments