ભાવનગર મહાનગરપાલિકા (BMC) ભરતી ૨૦૨૫
આરોગ્ય વિભાગમાં ડેન્ટીસ્ટ અને આસીસ્ટન્ટની જગ્યાઓ માટે ભરતી
Bhavnagar Municipal Corporation Recruitment: ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ હેઠળ કાર્યરત વિવિધ અર્બન હેલ્થ સેન્ટર્સ (કુંભારવાડા અને નારી) ખાતે ડેન્ટલ વિભાગ માટે આઉટસોર્સિંગના ધોરણે મેન પાવર મેળવવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓફલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.
ભરતીની મુખ્ય વિગતો
| સંસ્થાનું નામ | ભાવનગર મહાનગરપાલિકા (BMC) |
|---|---|
| પોસ્ટનું નામ | ડેન્ટીસ્ટ અને ડેન્ટીસ્ટ આસીસ્ટન્ટ |
| કુલ જગ્યાઓ | 06 |
| અરજી કરવાની રીત | ઓફલાઇન (રજી. AD / સ્પીડ પોસ્ટ) |
| નોકરીનું સ્થળ | ભાવનગર, ગુજરાત |
જગ્યા અને પગાર ધોરણ
| જગ્યાનું નામ | સંખ્યા | પગાર (માસિક ફિક્સ) | શૈક્ષણિક લાયકાત |
|---|---|---|---|
| 1. ડેન્ટીસ્ટ | 03 | ₹30,000/- | MDS અથવા BDS + 3 વર્ષનો હોસ્પિટલ/ક્લિનિકનો અનુભવ. (MDS ને પ્રાધાન્ય) |
| 2. ડેન્ટીસ્ટ આસીસ્ટન્ટ | 03 | ₹20,000/- | BDS ડિગ્રી હોવી જરૂરી. |
⚠️ વય મર્યાદા: બંને પોસ્ટ માટે વધુમાં વધુ 58 વર્ષ.
જરૂરી ડોક્યુમેન્ટ્સ
અરજી સાથે નીચે મુજબના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ જોડવાની રહેશે:
- અરજી પત્રક અને બાયોડેટા
- ધોરણ 10 થી ઉચ્ચ અભ્યાસ સુધીની તમામ માર્કશીટ
- ડિગ્રી સર્ટિફિકેટ
- અનુભવના પ્રમાણપત્રો
- ઉંમરનો પુરાવો (L.C.)
- તાજેતરનો પાસપોર્ટ સાઈઝ ફોટો (અરજી પત્રક પર ચોંટાડવો)
અરજી કઈ રીતે કરવી?
રસ ધરાવતા ઉમેદવારોએ પોતાની અરજી જરૂરી દસ્તાવેજો સાથે નીચે આપેલા સરનામે રજીસ્ટર AD અથવા સ્પીડ પોસ્ટ થી મોકલવાની રહેશે.
સરનામું:
મેડિકલ ઓફિસર ઓફ હેલ્થશ્રી,
આરોગ્ય વિભાગ, ભાવનગર મહાનગરપાલિકા.
📅 અરજી કરવાની છેલ્લી તારીખ: જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસની અંદર.
ઉપયોગી લિંક
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોએ સત્તાવાર જાહેરાત સંપૂર્ણ વાંચી લેવી વિનંતી.

0 Comments