Header Ads Widget

Sabarkantha Traffic Brigade Recruitment 2025 | ધોરણ 9 પાસ માટે ભરતી

Sabarkantha Traffic Brigade Recruitment 2025

સાબરકાંઠા ટ્રાફિક બ્રિગેડ ભરતી ૨૦૨૫

છેલ્લી તારીખ: ૧૨/૧૨/૨૦૨૫

ભરતીની ટૂંકમાં માહિતી

સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી દ્વારા ટ્રાફિક સંચાલનમાં સહાયક તરીકે "ટ્રાફિક બ્રિગેડ" માં માનદ સેવા આપવા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માત્ર પુરુષ ઉમેદવારો માટે છે.

વિભાગ સાબરકાંઠા પોલીસ (હિંમતનગર)
પોસ્ટનું નામ ટ્રાફિક બ્રિગેડ (માનદ સેવા)
કુલ જગ્યાઓ ૧૩ (વિવિધ સ્ટેશન મુજબ)
લાયકાત ધોરણ ૦૯ પાસ
અરજી મોડ ઓફલાઇન (રૂબરૂ ફોર્મ)

જગ્યાની વિગત (Vacancy Details)

પો.સ્ટે./શાખા જગ્યા
ટ્રાફિક શાખા ૦૪
પ્રાંતિજ પો.સ્ટે. ૦૩
તલોદ પો.સ્ટે. ૦૫
વડાલી પો.સ્ટે. ૦૧
કુલ જગ્યા ૧૩

શૈક્ષણિક અને શારીરિક લાયકાત

શિક્ષણ: ધોરણ ૦૯ પાસ કે તેથી વધુ.
ઉંમર: ૧૮ થી ૪૦ વર્ષ.
ઊંચાઈ: ઓછામાં ઓછી ૫ ફૂટ ૫ ઇંચ.
વજન: ઓછામાં ઓછું ૫૦ કિલોગ્રામ.
રહેઠાણ: ઉમેદવાર જે તે પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી હોવો જોઈએ (આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ/રેશનકાર્ડ હોવું જરૂરી).

*ભાડા કરાર કે એફિડેવિટ માન્ય રહેશે નહીં.

પસંદગી પ્રક્રિયા (Selection Process)

ઉમેદવારોની પસંદગી નીચે મુજબના ૩ તબક્કામાં કરવામાં આવશે:

કસોટી વિગત
૧. શારીરિક કસોટી ૮૦૦ મીટર દોડ (સમય: ૪ મિનિટ)
૨. લેખિત પરીક્ષા ૩૦ ગુણ (હેતુલક્ષી પ્રશ્નો)
૩. મૌખિક પરીક્ષા ૨૦ ગુણનું ઇન્ટરવ્યુ

નોંધ: NCC, NSS, રક્ષા શક્તિ યુનિ. તથા સ્પોર્ટ્સ સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.

મહત્વની તારીખો અને અરજી પ્રક્રિયા

ફોર્મ શરૂ તારીખ: ૦૪/૧૨/૨૦૨૫
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: ૧૨/૧૨/૨૦૨૫

ક્યાંથી ફોર્મ મેળવવું અને જમા કરાવવું?
તમારે જે તે પોલીસ સ્ટેશન (જેમ કે હિંમતનગર ટ્રાફિક શાખા, પ્રાંતિજ, તલોદ કે વડાલી) ખાતેથી રૂબરૂ ફોર્મ મેળવી, જરૂરી દસ્તાવેજો સાથે ત્યાં જ જમા કરાવવાનું રહેશે.

Join WhatsApp Group (Click Here)

Post a Comment

0 Comments