મહાનગરપાલિકા સુરેન્દ્રનગર
આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી જાહેરાત (સને ૨૦૨૬-૨૭)
ભારત સરકારશ્રીની કેન્દ્ર પુરસ્કૃત સંકલિત બાળ વિકાસ યોજના (CDPO) અંતર્ગત આઇ.સી.ડી.એસ શાખા, મહાનગરપાલિકા સુરેન્દ્રનગર દ્વારા કાર્યરત સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના આંગણવાડી કેન્દ્રો માટે આંગણવાડી કાર્યકર/તેડાગર તરીકે માનદસેવાઓ લેવા માટે માનવબળની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
ઓનલાઇન અરજી માટેની વેબસાઇટ:
https://e-hrms.gujarat.gov.in
ખાલી જગ્યાઓની વિગત:
| તાલુકા/વોર્ડની સંખ્યા | ઘટકની સંખ્યા | આંગણવાડી કાર્યકર જગ્યા | આંગણવાડી તેડાગર જગ્યા |
|---|---|---|---|
| ૧ | ૧ | ૨૦ | ૨૫ |
મહત્વપૂર્ણ તારીખો:
- અરજી શરૂ થવાની તારીખ: ૨૧/૦૯/૨૦૨૬ (૦૦:૦૦ કલાકથી)
- અરજી કરવાની છેલ્લી તારીખ: ૧૪/૧૦/૨૦૨૬ (રાત્રે ૧૨:૦૦ કલાક સુધી)
લાયકાત અને નિયમો:
- સ્થાનિક રહેવાસી: ઉમેદવાર મહિલા જે તે આંગણવાડી કેન્દ્રના વોર્ડના વિસ્તારની સ્થાનિક રહેવાસી હોવી જોઈએ અને મામલતદારશ્રી દ્વારા ઇશ્યૂ કરેલ જન સેવા કેન્દ્રનું નિયત નમૂનાનું પ્રમાણપત્ર માન્ય રહેશે.
- વય મર્યાદા:
- ઓછામાં ઓછી ઉંમર ૧૮ વર્ષ પૂર્ણ હોવી જોઈએ અને ૩૩ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- અગ્રતા ધોરણે આંગણવાડી કાર્યકર તરીકે માનવબળની સેવા માટે અરજી કરનાર તેડાગરની ઉંમર ૪૩ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- શૈક્ષણિક લાયકાત:
- આંગણવાડી કાર્યકર: ધોરણ ૧૨ પાસ
- આંગણવાડી તેડાગર: ધોરણ ૧૦ પાસ
- માનદવેતન:
- આંગણવાડી કાર્યકર: રૂ. ૧૦,૦૦૦/-
- આંગણવાડી તેડાગર: રૂ. ૫,૫૦૦/-
નોંધ: અરજી કરવા માટે વેબસાઇટ પર દર્શાવેલ સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચીને અંગ્રેજીમાં ફોર્મ ભરવાનું રહેશે. વધુ માહિતી માટે સુરેન્દ્રનગર કોર્પોરેશનના સંબંધિત વોર્ડના બાળ વિકાસ યોજના અધિકારી (CDPO) નો સંપર્ક કરવો.
મ્યુનિસિપલ કમિશ્નર
મહાનગરપાલિકા સુરેન્દ્રનગર

0 Comments