ICDS છોટાઉદેપુર આંગણવાડી ભરતી ૨૦૨૬-૨૭
આંગણવાડી કાર્યકર અને તેડાગર માનદસેવા પસંદગી જાહેરાત
સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) અંતર્ગત આઈ.સી.ડી.એસ. શાખા, જિલ્લા પંચાયત છોટાઉદેપુર દ્વારા કાર્યરત આંગણવાડી કેન્દ્રો માટે આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે માનદસેવાઓ મેળવવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
ખાલી જગ્યાઓની વિગત
| તાલુકાની સંખ્યા | ઘટકની સંખ્યા | આંગણવાડી કાર્યકર જગ્યા | આંગણવાડી તેડાગર જગ્યા |
|---|---|---|---|
| ૬ | ૧૦ | ૪૧ | ૬૬ |
મહત્વપૂર્ણ તારીખો
- અરજી શરૂ થવાની તારીખ: ૨૧/૦૯/૨૦૨૬
- અરજી કરવાની છેલ્લી તારીખ: ૧૪/૧૦/૨૦૨૬ (રાત્રે ૧૨:૦૦ કલાક સુધી)
લાયકાત, વયમર્યાદા અને માનદવેતન
- શૈક્ષણિક લાયકાત:
- આંગણવાડી કાર્યકર: ધોરણ ૧૨ પાસ
- આંગણવાડી તેડાગર: ધોરણ ૧૦ પાસ
- માનદવેતન:
- કાર્યકર: ₹૧૦,૦૦૦/- પ્રતિ માસ
- તેડાગર: ₹૫,૫૦૦/- પ્રતિ માસ
- વયમર્યાદા: અરજી કરવાની છેલ્લી તારીખે ૧૮ વર્ષ પૂર્ણ હોવા જોઈએ અને ૩૩ વર્ષથી વધુ ન હોવી જોઈએ. (અગ્રતા ધોરણે તેડાગરમાંથી કાર્યકર માટે ૪૩ વર્ષથી વધુ ન હોવી જોઈએ).
- સ્થાનિક નિવાસી: મહિલા ઉમેદવાર જે તે આંગણવાડી કેન્દ્રના મહેસુલી ગામના સ્થાનિક રહેવાસી હોવા જરૂરી છે (મામલતદારશ્રીનું જન સેવા કેન્દ્રનું પ્રમાણપત્ર માન્ય રહેશે).
મહત્વપૂર્ણ લિંક
નોંધ: અરજી કરતા પહેલા e-hrms પોર્ટલ પર આપેલી તમામ સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચી લેવી. વધુ વિગતો માટે છોટાઉદેપુર જિલ્લાના સંબંધિત તાલુકાના બાળ વિકાસ યોજના અધિકારી (ICDS) કચેરીનો સંપર્ક કરવો.

0 Comments