Header Ads Widget

કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર - ૨૦૨૫ માં સમાવિષ્ટ જિલ્લા અને તાલુકાની યાદી અને ઓનલાઇન અરજી ?

કૃષિ રાહત પેકેજ

ખેતી નિયામકની કચેરી, ગુજરાત રાજ્ય

કૃષિ ભવન, સેક્ટર-૧૦/એ, ગાંધીનગર

જા.નં. એફ્કોટેટ/વેઘર/KRP-૨૦૨૫/૯૩૩૮-૭૭/૨૦૨૫ તા. ૧૩/૧૧/૨૦૨૫
પ્રતિ,
જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી,
જિલ્લા પંચાયત કચેરી,
જિ. અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, જુનાગઢ, બોટાદ, પોરબંદર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, નવસારી, સુરત, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, પંચમહાલ, મહિસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, વાવ-થરાદ અને કચ્છ.
વિષય: ઓક્ટોબર-૨૦૨૫ માસમાં થયેલ કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકસાન અન્વયે જાહેર કરેલ "કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર-૨૦૨૫" ના અમલીકરણ બાબત.
સંદર્ભ:

૧. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના પત્રક્રમાંક: ACD/MSM/e-file/2/2025/3900/K7, તા.૧૩/૧૧/૨૦૨૫

૨. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના પત્રક્રમાંક: ACD/0364/11/2025 તા.૧૩/૧૧/૨૦૨૫

ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના સંદર્ભિત-૧ના ઠરાવથી સરકારશ્રી દ્વારા ઓક્ટોબર-૨૦૨૫ માસમાં થયેલ કમોસમી વરસાદના કારણે અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, જુનાગઢ, બોટાદ, પોરબંદર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, નવસારી, સુરત, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, પંચમહાલ, મહિસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, વાવ-થરાદ અને કચ્છ એમ કુલ ૩૩ જીલ્લામાં થયેલ પાક નુકસાન અંતર્ગત અસરગ્રસ્ત ખેડૂતોને મદદરૂપ થવા "કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર-૨૦૨૫" જાહેર કરવામાં આવેલ છે.

આ પેકેજ અંતર્ગત સંદર્ભિત-૨ મુજબ ઓનલાઇન અરજીઓ મેળવવા માટે તા.૧૪/૧૧/૨૦૨૫ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકથી ૬૦ દિવસ માટે પોર્ટલ ખુલ્લુ કરવામાં આવશે. જે ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે નુકસાનગ્રસ્ત ખેડૂતોની કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર અરજીઓ થાય તે મુજબ પ્રચાર પ્રસાર કરવા અને જરૂરી આયોજન કરવા જણાવવામાં આવે છે.

સામેલ: ઉપર મુજબ

સંયુક્ત ખેતી નિયામક (અંક)
ગુ.રા., ગાંધીનગર
નકલ સવિનય રવાના:
નાયબ સચિવશ્રી (કૃષિ), કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, સચિવાલય, ગાંધીનગર તરફ જાણ સારૂ.

નકલ રવાના:
સંયુક્ત ખેતી નિયામકશ્રી (વિ.) મહેસાણા, જુનાગઢ, વડોદરા, અમદાવાદ, સુરત અને રાજકોટ તરફ જાણ તેમજ જરૂરી મુજબ કાર્યવાહી હાથ ધરાય તે જોવા સારૂ.
પાક નુકસાની સહાય

પાક નુકસાની માટે કેવી રીતે અને ક્યાં અરજી કરવી?

તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલ નિયત નમૂનામાં કૃષિ રાહત પેકેજ krp.gujarat.gov.in પર VCE/VLE મારફત ઓનલાઈન અરજી કરવી.

અરજી પત્રકના નમૂનામાં શું શું જોઇશે?

  • અરજીની તારીખે અરજદાર ખાતા ધારક હોવો જરૂરી છે.
  • ગામ નમુના નં.૮-અ, તલાટીનો વાવેતરનો દાખલો/ગામ નમુના નં.૭/૧૨
  • આધાર કાર્ડ, મોબાઇલ નંબર અને બેંક એકાઉન્ટ નંબર.
  • IFSC કોડ તથા નામ દર્શાવતી બેંક પાસબુકની કોપી.

સંયુકત ખાતાના કિસ્સામાં શું થાશે?

અન્ય ખાતેદારની સહી વાળું ના-વાંધા અંગેનો સંમતી પત્રક.

હું ખેડૂત છું તો મને કેટલા સહાય મળશે?

  • આ સહાય ૨ હેકટરની મર્યાદામાં મળશે
  • હેકટર દીઠ ૨૨૦૦૦/- મળશે. અને ૨ હેકટર ના ૪૪૦૦૦/- ની આર્થિક મદદ મળવા પત્ર થશે.

કેટલા તાલુકાના અને ક્યાં ખેડૂતોને લાભ?

૨૫૧ તાલુકાના ૧૬૫૦૦ ગામના તમામ ખેડૂતોને લાભ મળશે.

શું સર્વે ન થયો હોય તો પણ અરજી કરી શકાય?

હા. જેનો સર્વે થયો નથી તે ખેડૂતો પણ સહાય માટે અરજી કરી શકે.

જિલ્લા અને તાલુકાની યાદી

file/2/2025/3900/K7 સાથેનું પરિશિષ્ટ

(કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર - ૨૦૨૫ માં સમાવિષ્ટ જિલ્લા અને તાલુકાની યાદી)

અમરેલી
૧.અમરેલી ૨. બાબરા ૩.બગસરા ૪.ધારી ૫.જાફરાબાદ ૬.ખાંભા ૭.કુંકાવાવ-વડીયા ૮. લાઠી ૯. લીલીયા ૧૦. રાજુલા ૧૧. સાવરકુંડલા ૧૨. અમરેલી સીટી
ભાવનગર
૧.ભાવનગર ૨.ઘોઘા ૩.વલભીપુર ૪.ઉમરાળા ૫.શિહોર ૬.ગારીયાધાર ૭.પાલીતાણા ૮.જેસર ૯.તળાજા ૧૦.મહુવા ૧૧.ભાવનગર (સીટી)
ગીર સોમનાથ
૧.ગીરગઢડા ૨.કોડીનાર ૩.પાટણ-વેરાવળ ૪.સુત્રાપાડા ૫.તલાલા ૬.ઉના
જુનાગઢ
૧.ભેસાણ ૨.જુનાગઢ ૩.જુનાગઢ (સીટી) ૪.કેશોદ ૫. માળીયા-હાટીના ૬.માણાવદર ૭.માંગરોળ ૮.મેંદરડા ૯.વંથલી ૧૦.વિસાવદર
બોટાદ
૧.રાણપુર ૨. બરવાળા ૩.ગઢડા ૪.બોટાદ
પોરબંદર
૧.કુતિયાણા ૨.પોરબંદર ૩.રાણાવાવ
રાજકોટ
૧. ધોરાજી ૨.ગોંડલ ૩.જામકંડોરણા ૪. જસદણ ૫.જેતપુર ૬.કોટડા સાંગાણી ૭.લોધિકા ૮.પડધરી ૯.રાજકોટ ૧૦.ઉપલેટા ૧૧.વિંછીયા
દેવભૂમિ દ્વારકા
૧.ખંભાળિયા ૨.ભાણવડ ૩.કલ્યાણપુર ૪.દ્વારકા
જામનગર
૧.ધ્રોલ ૨.જામજોધપુર ૩.જામનગર ૪.જામનગર (સીટી) ૫.જોડીયા ૬.કાલાવડ ૭.લાલપુર
સુરેન્દ્રનગર
૧.ચોટીલા ૨.ચુડા ૩.દસાડા ૪.ધ્રાંગધ્રા ૫.લખતર ૬.લીંબડી ૭.મુળી ૮. સાયલા ૯.થાનગઢ ૧૦.વઢવાણ
મોરબી
૧.મોરબી ૨.માળિયા ૩.ટંકારા ૪.વાંકાનેર ૫.હળવદ
નવસારી
૧.જલાલપોર ૨.ગણદેવી ૩.ચીખલી ૪. ખેરગામ ૫. વાંસદા ૬.નવસારી ૭.નવસારી (સીટી)
સુરત
૧.બારડોલી ૨.ચોર્યાસી ૩.કામરેજ ૪.મહુવા ૫.માંડવી ૬.માંગરોળ ૭.ઓલપાડ ૮.પલસાણા ૯.ઉમરપાડા ૧૦.અડાજણ (સીટી) ૧૧.અથવા (સીટી) ૧૨.મજુરા (સીટી) ૧૩.કતાર (સીટી) ૧૪.ઉધના (સીટી)
વલસાડ
૧.ધરમપુર ૨.કપરાડા ૩.પારડી ૪.ઉમરગામ ૫.વલસાડ ૬.વાપી ૭.વલસાડ(સીટી) ૮.વાપી(સીટી)

Post a Comment

0 Comments