Header Ads Widget

AMC અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેલ્થ આરોગ્ય વિભાગ માં વિવિધ જગ્યા પર ભરતી

AMC Recruitment

AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા ભરતી

>> પોસ્ટ <<

  • ગાયનેકોલોજિસ્ટ
  • પીડિયાટ્રિશિયન
  • પેથોલોજિસ્ટ
  • ફિઝિશિયન
  • જનરલ સર્જન
  • રેડિયોલોજિસ્ટ
  • ENT સર્જન
  • ઓપ્થેલમોલોજીસ્ટ
  • ઓર્થોપેડિક સર્જન
  • ડર્મેટોલોજીસ્ટ

મુખ્ય વિગતો

  • ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
  • ઇન્ટરવ્યુ તા. : 21/11/2025
  • રજીસ્ટ્રેશન સમય : સવારે 08:00 વાગ્યે થી
AMC Recruitment
URBAN HEALTH SOCIETY, AHMEDABAD MUNICIPAL CORPORATION
Second Floor, "Aarogya Bhavan", Old TB Hospital Compound,
Opp. Gita Mandir S.T. Bus Stand, Gita Mandir Road, Ahmedabad-380022
Email ID: hr.hodnuhm@gmail.com, Tel: 079-25392185

અ.મ્યુ.કો.માં હેલ્થ વિભાગમાં સી.એચ.સી. માટે મેડીકલ સ્પેશિયાલિસ્ટની ભરતી કરવા બાબત

વિગતવાર માહિતી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ વિભાગમાં સી.એચ.સી. માટે ૧૧ માસના કરાર આધારિત કોન્ટ્રાક્ટ મુજબના એન.એચ.એમ. તથા અ.મ્યુ.કો. બજેટ અંતર્ગત મેડીકલ સ્પેશિયાલિસ્ટની જગ્યાઓ માટે ભરતી કરવા તેમજ પ્રતિક્ષાયાદી બનાવવા માટે હેલ્થ વિભાગ દ્વારા વોક ઇન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવેલ છે.

સંલગ્ન પોસ્ટ માટેની લાયકાત ધરાવતા ઉમેદવારે www.ahmedabadcity.gov.in વેબસાઇટ પર 'recruitments' લિંકમાં અપલોડ કરવામાં આવેલ એપ્લીકેશન ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. સદર એપ્લીકેશન ફોર્મમાં પોતાનું નામ, સરનામું, ઉંમર, લાયકાત તથા અનુભવની વિગત સ્વઅક્ષરે ભરી પોતાના શૈક્ષણિક લાયકાત તથા અનુભવના અસલ પ્રમાણપત્રો સ્વપ્રમાણીત નકલો સાથે હાજર રહેવું.

નોંધ: જો ઉમેદવાર નિયત કરેલ સમય પછી આવશે તો તેઓને ઇન્ટરવ્યુ આપવા દેવામાં આવશે નહીં.

જગ્યાઓની વિગતો

ક્રમ પોસ્ટનું નામ ખાલી જગ્યાઓ માસિક ફિક્સ વેતન ફરજના દિવસો
ગાયનેકોલોજિસ્ટ ૦૨ રૂા. ૭૫૦૦૦/- દરરોજ
પીડીયાટ્રીશિયન ૦૧
પેથોલોજીસ્ટ ૦૧
ફિઝિશિયન ૦૨
જનરલ સર્જન ૦૩
રેડીયોલોજીસ્ટ ૦૧
ઇ.એન.ટી.સર્જન ૦૪
ઓપ્થેલ્મોલોજીસ્ટ ૦૧ રૂા. ૩૯૫૦૦/- સાપ્તાહિક ૦૩ દિવસ
ઓર્થોપેડિક સર્જન ૦૧
૧૦ ડર્મેટોલોજીસ્ટ ૦૧

વોક-ઇન ઇન્ટરવ્યુનું સ્થળ અને સમય

  • તારીખ: ૨૧/૧૧/૨૦૨૫
  • રજીસ્ટ્રેશન સમય: સવારે ૦૮:૦૦ વાગ્યે
  • સ્થળ: આરોગ્ય અધિકારીશ્રીની ઓફિસ,
    પ્રથમ માળ, આરોગ્ય ભવન,
    જુનું ટી.બી. હોસ્પિટલ કમ્પાઉન્ડ,
    જુના એસ.ટી. બસ સ્ટેન્ડની સામે,
    ગીતા મંદિર રોડ, અમદાવાદ

Post a Comment

0 Comments