Header Ads Widget

L.P. આર્ટ્સ - સાયન્સ એન્ડ J. શાહ કોમર્સ કોલેજ ડાકોર દ્વારા લેબ આસિસ્ટન્ટ અને ઇલેક્ટ્રિશિયન ની ભરતી 2025

ડાકોર કોલેજ - ભરતી

કોલેજ ભરતી જાહેરાત 📢

L.P. આર્ટ્સ - સાયન્સ એન્ડ J. શાહ કોમર્સ કોલેજ ડાકોર દ્વારા ભરતી

મુખ્ય વિગતો અને તારીખો 📅

પદોના નામ:
લેબ આસિસ્ટન્ટ, ઇલેક્ટ્રિશિયન
અરજી પ્રક્રિયા:
ઓફલાઇન
જાહેરાતની તારીખ:
08/11/2025
અરજી કરવાની છેલ્લી તા.:
જાહેરાતના 15 દિવસમાં
ભરતી જાહેરાત

ભરતી જાહેરાત

ભારતીય વિદ્યા ભવન ડાકોર કેન્દ્ર સંચાલિત ભવનશ્રી ઈશ્વરલાલ એલ. પી. આર્ટસ-સાયન્સ એન્ડ જે. શાહ કોમર્સ કોલેજ, ડાકોર (ગ્રાન્ટ ઇન એઈડ) ને ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી, ગાંધીનગરના પત્ર ક્રમાંક:કવટ/isc- ૩/ NOC/ 20942-44 / 23/09/2025 ની નીચે જણાવેલ વર્ગ-૩ ની જગ્યાઓની NOC મળેલ છે.

નીચે જણાવેલ ખાલી જગ્યાની ભરતી કરવા માટે નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવે છે. જગ્યાની ભરતી સંબંધીત જરૂરી વિગતો કોલેજની વેબસાઈટ પર મૂકેલ છે.

ક્રમાંક ૧.
જગ્યાનું નામ લેબ અસિસ્ટન્ટ રસાયણશાસ્ત્ર
કોલેજનું નામ અને NOC પત્ર ક્રમાંક ભારતીય વિદ્યા ભવનશ્રી ઈશ્વરલાલ એલ. પી. આર્ટસ-સાયન્સ એન્ડ જે. શાહ કોમર્સ કોલેજ, ડાકોર. NOC પત્ર ક્રમાંક: કવટ/isc-૩/NOC/20942-44/તા. ૨૩/૦૯/૨૫
જગ્યાની સંખ્યા
જગ્યાની લાયકાત ગુજરાત સરકાર માન્ય યુનિવર્સિટીની સાયન્સ વિદ્યાશાખાની સ્નાતક ડિગ્રી તથા કોમ્પ્યુટરની જાણકારી હોવી જરૂરી છે.
જગ્યાની કેટેગરી OPEN
જગ્યાની વય મર્યાદા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નિયમોનુસાર
ક્રમાંક ૨.
જગ્યાનું નામ ઈલેક્ટ્રીશિયન
કોલેજનું નામ અને NOC પત્ર ક્રમાંક ભારતીય વિદ્યા ભવનશ્રી ઈશ્વરલાલ એલ. પી. આર્ટસ-સાયન્સ એન્ડ જે. શાહ કોમર્સ કોલેજ, ડાકોર. NOC પત્ર ક્રમાંક: કવટ/isc-૩/NOC/20942-44/તા. ૨૩/૦૯/૨૫
જગ્યાની સંખ્યા
જગ્યાની લાયકાત સરકારે સ્થાપેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ પૈકીની કોઈપણ માંથી મેળવેલ વાયરમેન અથવા ઈલેક્ટ્રીશિયન અભ્યાસક્રમનું ઓછામાં ઓછું બે વર્ષનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.
જગ્યાની કેટેગરી OPEN
જગ્યાની વય મર્યાદા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નિયમોનુસાર
ભવન'સ કોલેજ, ડાકોર - ભરતી જાહેરાત

નિયુક્તિ અને જોગવાઈઓ

ઉપર જણાવેલ જગ્યાઓ ગુજરાત રાજ્યની ગૌણ સેવા પસંદગી મંડળના, સામાન્ય વહીવટ વિભાગ તથા નાણાં વિભાગના વખતો વખતના જે તે સંવર્ગના ભરતી નિયમો અને લાયકાતના ધોરણો મુજબ ભરવાની થશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના લેખિત પરીક્ષાના અભ્યાસક્રમની માહિતી મુજબ લેખિત પરીક્ષા આપવાની રહેશે.

પગાર અને સેવા

ઉમેદવાર રાજ્ય સરકારશ્રીના ધારા ધોરણ અનુસાર આ જગ્યાએ પાંચ વર્ષ માટે ફિક્સ પગારથી રહેશે. પાંચ વર્ષ પૂર્ણ થયેથી કામગીરીની સમીક્ષા કર્યા પછી યોગ્ય જણાશે તો મંજૂર થયેલ પગાર ધોરણમાં નિયમિત કરી શકાશે.

અન્ય શરતો

નિમણૂક પામનાર ઉમેદવારે NOC ની તમામ શરતો બંધનકર્તા રહેશે. ફિક્સ પગારની નોકરી દરમ્યાન અન્ય ભથ્થા કે લાભો મળવાપાત્ર નથી. વિદ્યાર્થી સંખ્યા ઘટઘટ અથવા કોઈ કારણસર સદર જગ્યા રદ થાય તો કાયમીનું રક્ષણ મળવાપાત્ર નથી. લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિધ્ધ થયાના દિન-૧૫માં વેબસાઇટ : bhavanscollegedakor.org ઉપર મુકેલ અરજીમાં પૂરતી વિગતો ભરી અરજી કરવાની રહેશે.

અરજી કરવાની રીત અને ફી

એસ. સી., ગુજરાતીકો ટાળીના પીએસઆઈડી લાગુ પડતું જાતિનું પ્રમાણપત્ર સુપ્રીમ તથા પ્રમાણપત્રો વગેરેની પ્રમાણિત નકલ અરજી સાથે જરૂરી રહેશે અને બિન અનામત કેટેગરી માટે ₹ ૨૦૦/- અને અનામત કેટેગરી માટે ₹ ૫૦૦/- નો ડિમાન્ડ ડ્રાફ્ટ પ્રિન્સિપાલ, ભવનસ આર્ટસ-સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ, ડાકોરના નામનો નોન રિફન્ડેબલ DD (ડિમાન્ડ ડ્રાફ્ટ) અવશ્ય સામેલ રાખીને નીચેના સરનામે અરજી મોકલી આપવી.

અરજી સાથે પોતાનો નામ સરનામા વાળો રૂ ૫૦/- ની ટિકિટ લગાડેલ કવર નિયત જગ્યાએ જણાવેલ સરનામે સ્પીડ પોસ્ટ થી મોકલવી.

અધૂરી વિગતવાળી, આધાર વિનાની તેમજ નિયત સમય મર્યાદા બાદ અને DD વગરની અરજી અમાન્ય ગણવામાં આવશે.

વધુ માહિતી અને સંપર્ક

ભરતી અંગેની વધુ વિગત કોલેજની વેબસાઇટ : bhavanscollegedakor.org ઉપર મુકેલ છે જે 'ડાઉનલોડ' કરીને ફોર્મ ભરવાનું રહેશે. ભરતી વિષેની માહિતી કોલેજની વેબસાઇટ નિયમિત જોતાં રહેવું.

સરનામું: ચેરમેનશ્રી ભારતીય વિદ્યા ભવન ડાકોર કેન્દ્ર, ભવનસશ્રી ઈશ્વરલાલ એલ. પી. આર્ટસ-સાયન્સ એન્ડ જે. શાહ કોમર્સ કોલેજ, ડાકોર. મુ.પો. ભવનસ કોલેજ, ડાકોર-ઉમરેઠ રોડ, સિમલજ ગામ પાસે, તા. ઠાસરા, જી. ખેડા, પિન – ૩૮૮૨૨૫.

Post a Comment

0 Comments