Header Ads Widget

આદિવાસી આશ્રમશાળા સાંકળી (ગોધરા) માં વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની ભરતી

 

આદિવાસી આશ્રમશાળા સાંકળી (ગોધરા) માં વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની ભરતી 2026

આદિવાસી આશ્રમશાળા સાંકળી (ગોધરા) માં વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની ભરતી


નમસ્કાર મિત્રો, GKJOBSXYZ ના નવા જોબ અપડેટમાં તમારું સ્વાગત છે. શિક્ષણ પ્રચારક ચેરીટેબલ ટ્રસ્ટ, નાટાપુર સંચાલિત આદિવાસી આશ્રમશાળા, સાંકળી (તા. ગોધરા, જિ. પંચમહાલ) ખાતે શૈક્ષણિક વર્ષ જૂન-૨૦૨૬ થી શૈક્ષણિક કાર્યમાં જોડાઈ શકે તેવા શિક્ષકોની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો નીચે આપેલી વિગતો મુજબ સ્પીડ પોસ્ટથી છે અરજી કરી શકે છે.

📌 મહત્વની માહિતી:

  • સંસ્થાનું નામ: આદિવાસી આશ્રમશાળા, સાંકળી (શિક્ષણ પ્રચારક ચેરીટેબલ ટ્રસ્ટ, નાટાપુર સંચાલિત)
  • નોકરીનું સ્થળ: સાંકળી, તા. ગોધરા, જિ. પંચમહાલ
  • કુલ જગ્યાઓ: ૦૨
  • અરજી કરવાનું માધ્યમ: ઓફલાઈન (ફક્ત સ્પીડ પોસ્ટ મારફતે)

📌 પોસ્ટ અને શૈક્ષણિક લાયકાતની વિગતો:

ક્રમ જગ્યાનું નામ જગ્યાની સંખ્યા જાતિ લાયકાત વિષય
વિદ્યા સહાયક ૦૧ આ.ન.વર્ગ એચ.એસ.સી., પી.ટી.સી.
(TET-1 પાસ)
-
શિક્ષણ સહાયક ૦૧ સા.શૈ.પ. વર્ગ બી.એ., બી.એડ્.
(TAT-1 પાસ)
ગુજરાતી

📌 જરૂરી નિયમો અને શરતો:

  • ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત કરેલ નકલો સહિત જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન-૧૦ માં અરજી મળી રહે તે રીતે મોકલવાની રહેશે.
  • અરજી માત્ર સ્પીડ પોસ્ટથી જ કરવાની રહેશે. અન્ય કોઈ માધ્યમથી આવેલ અરજી સ્વીકારવામાં આવશે નહીં.
  • પસંદગી પામેલ ઉમેદવારોએ આશ્રમશાળાના વખતો-વખતના પ્રવર્તમાન નીતિ-નિયમોનું પાલન કરવાનું રહેશે.
  • પગારધોરણ સરકારશ્રીના ધારા-ધોરણ અને નિયમોનુસાર મળવાપાત્ર રહેશે.

📌 અરજી મોકલવાનું સરનામું:

પ્રતિ,
મંત્રીશ્રી,

શિક્ષણ પ્રચારક ચેરીટેબલ ટ્રસ્ટ C/O (ચેતનદાસ શિક્ષણ સંકુલ)
મુ. સાંકળી, પો. વડેલાવ, તા. ગોધરા, જિ. પંચમહાલ
પીનકોડ :- ૩૮૯૧૨૦
(હોટલ વે-વેઇટની બાજુમાં, રેલ્વે સ્ટેશન સામે ચંચેલાવ, ગોધરા-દાહોદ હાઈવે)


ખાસ નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોએ એકવાર અખબારમાં આવેલી મૂળ જાહેરાત અવશ્ય વાંચી લેવી. સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને નવી નોકરીની માહિતી માટે GKJOBSXYZ ની મુલાકાત લેતા રહો.

Post a Comment

0 Comments