Header Ads Widget

ગુજરાત પાણી પુરવઠા બોર્ડમાં ભરતી! 🔴 પગાર ₹15,000, પરીક્ષા વગર સીધી પસંદગી | GWSSB Recruitment 2025

GWSSB Kheda Recruitment 2025: ખેડા પાણી પુરવઠા બોર્ડમાં ભરતી, પગાર ₹15,000

💧 GWSSB ખેડા ભરતી 2025

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં સીધી ભરતી

પગાર: ₹15,000 સુધી | ઇન્ટરવ્યુ તારીખ: 09/12/2025

ભરતી અંગેની માહિતી

GWSSB Recruitment 2025: ખેડા જિલ્લાની ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (GWSSB) ની પેટા વિભાગીય કચેરીઓ માટે એપ્રેન્ટિસ એક્ટ-1961 હેઠળ વર્ષ 2025-26 માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે.

જગ્યા અને પગાર ધોરણ

ક્રમ પોસ્ટનું નામ & લાયકાત માસિક સ્ટાઈપેન્ડ
1 B.E. એન્જીનીયર (સિવિલ/મિકેનિકલ/ઈલેક્ટ્રીક)
તથા અન્ય ગ્રેજ્યુએટ (B.A/ B.Com/ B.B.A/ B.Sc/ અન્ય સ્નાતક)
₹15,000/-
2 ડિપ્લોમા એન્જીનીયર (સિવિલ/મિકેનિકલ/ઈલેક્ટ્રીક) ₹12,000/-
3 ITI (2 વર્ષ ટ્રેડ)
(ફીટર, ઇલેક્ટ્રીશિયન, સર્વેયર, ડ્રાફ્ટમેન - સિવિલ/મિકેનિકલ)
₹9,000/-

જરૂરી શરતો અને દસ્તાવેજો

ઉમેદવારે નીચે મુજબના પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલું હોવું ફરજિયાત છે:

  • NATS / MATS (ગ્રેજ્યુએટ/ડિપ્લોમા માટે)
  • SKILL INDIA / MSDE (ITI માટે)

ઇન્ટરવ્યુ સમયે સાથે રાખવાના ડોક્યુમેન્ટ્સ:

  • ડિગ્રી / ડિપ્લોમા / ITI પાસ કર્યાનું સર્ટિફિકેટ.
  • તમામ સેમેસ્ટરની માર્કશીટ.
  • ધોરણ 10 ની માર્કશીટ.
  • એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન નંબરની વિગતો (પ્રોફાઈલ પ્રિન્ટ).
  • પાસપોર્ટ સાઈઝના 2 ફોટા.
  • તમામ અસલ ડોક્યુમેન્ટ્સ અને નકલોનો સેટ.

📍 ઇન્ટરવ્યુની વિગતો (Walk-in Interview)

📅 તારીખ: 09/12/2025 (સોમવાર)
⏰ સમય: સવારે 10:00 થી બપોરે 2:00 કલાક સુધી
🏢 ઇન્ટરવ્યુનું સ્થળ:
અધિક્ષક ઇજનેરશ્રીની કચેરી, જાહેર આરોગ્ય વર્તુળ,
જૂની જિલ્લા પંચાયતની કચેરી સામે, પવન ચક્કી રોડ,
બેંક ઓફ બરોડાના પ્રથમ માળે, નડિયાદ - 387002.

નોંધ: પસંદગી બાબતે તમામ સત્તા સક્ષમ અધિકારીને અબાધિત રહેશે.

© 2025 Job Updates. Information based on official advertisement (Info/Nadi/444/2025).

Post a Comment

0 Comments